ભાજપ નેતાની ધરપકડ બાદ હોબાળો વધ્યો
ભાજપના નેતાઓએ કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કર્યું
પોલીસે ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરી
દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાની આગેવાનીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ પર પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકર્તા સાથે મજિંદર સિંહ સિરસાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં દિલ્હી ભાજપના ચીફ આદેશ ગુપ્તા, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત અને આરપી સિંહ પણ સામેલ હતા.આ મામલાની સંવેદનશીલતાને જોતા કેજરીવાલના નિવાસ સામે ભારે માત્રામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. આ અગાઉ ભાજપના અમુક કાર્યકર્તાઓ બેરીકૈડ પાર કરવાની કોશિશ કરી તો, પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ચેતવણી પણ આપી દીધી હતી, જો કે, હવે મામલો વધારે વણસતા પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે બપોરે 3 વાગ્યે અરવિંદ કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કરવાની જાણકારી મળી હતી. પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે અગાઉથી તૈયાર હતી. ભારે ફોર્સની તૈનાતી કરી દીધી હતી.
સાથે જ સ્પેશિયલ બ્રાંચ પણ એક્ટિવ થઈ ગઈ હતી.દિલ્હી પોલીસની એન્ટી રાઈટ્સ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યા્ર સુધીના ઈનપુટ મુજબ 100થી વધારે લોકો પ્રોટેસ્ટમાં જોડાયા હતા. કહેવાય છે કે, મનજિંદર સિંહ સિરસા, ભાજપ નેતા આરપી સિંહ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.આ અગાઉ મીડિયા સાથે વાત કરતા બગ્ગાએ કહ્યું હતું કે, જેને એવું લાગતું હોય કે, પોલીસની મદદથી કંઈ પણ કરી શકાય, તો હું એમને કહેવા માગુ છું કે, ભાજપના કાર્યકર્તાઓ કોઈના ડરતા નથી. હું હરિયાણા, દિલ્હી પોલીસ અને મારુ સમર્થન કરનારા તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ કરવા માગુ છું, દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી લીધી છે, અને દોષિતોને સજા મળશે. બગ્ગાની ધરપકડ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરવામા આવેલી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. કોર્ટ હવે આ મામલે આગામી 10મે ના રોજ સુનાવણી કરશે.