બિહારમાં ભાજપે આજે એટલે કે ગુરુવારે 45 સંગઠનાત્મક જિલ્લાઓના નામાંકિત જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરી છે. જે ભાજપના કાર્યકરોના નામ યાદીમાં છે તેઓ જિલ્લા સ્તરે પક્ષને મજબૂત કરવાની જવાબદારી નિભાવશે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા સમ્રાટ ચૌધરીએ નામાંકિત જિલ્લા પ્રમુખોની યાદી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘ભાજપના 45 સંગઠનાત્મક જિલ્લાઓ માટે જિલ્લા અધ્યક્ષની જવાબદારી માટે નીચેના કાર્યકરોને નામાંકિત કરવામાં આવ્યા છે.
અમને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં અમારી સંસ્થા વધુ શક્તિશાળી અને અસરકારક બનશે. નવી જવાબદારી માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ. એવું માનવામાં આવે છે કે વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રદેશ સ્તરે પાર્ટીની પકડ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ પગલું ભર્યું છે.