- UP વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ઢંઢેરો
- આગામી પાંચ વર્ષમાં આટલા કામો કરી બતાવશે
- ચૂંટણી ઢંઢેરોમાં જાતિઓને સાધવાની પણ કોશિશ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને લોકકલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ યોગીની સાથે આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુનેગારોને આજે રાજકારણમાં કોઈ સ્થાન નથી. સીએમ યોગીએ ગુનામુક્ત બનાવવાનું કામ કર્યું છે. સીએમ યોગીએ પ્રશાસનનું રાજનીતિકરણ પણ બંધ કર્યું. તેમણે કહ્યું કે 2017ના સંકલ્પ પત્રમાં 212 સંકલ્પ હતા, જેમાંથી 92 ટકા ઠરાવો પૂર્ણ થઈ ગયા છે.
આ વખતે ફરી ભાજપ યુપીમાં સીએમ યોગીના નેતૃત્વમાં બહુમતિથી સરકાર બનાવશે. પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા મોકલવાનું કામ કર્યું છે. બીજી તરફ, સીએમ યોગીએ સરકાર બન્યાના બે મહિનામાં નાના અને મધ્યમ ખેડૂતોની 86 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવાનું કામ કર્યું. 5 વર્ષમાં તમામ ખેડૂતોને મફળ વિજળી, 5000 કરોડ ખાંડ મિલોના નવીનીકરણ માટે, 5 વર્ષમાં ઘઉં અને ચોખા અમએસપી પર મળશે, શેરડીના ખેડૂતોને 14 દિવસમાં થશે ચૂકવણી, તમામ 18 મંડળમાં એન્ટી કરપ્સન ઓર્ગેનાઈઝેસન યુનિટ સ્થાપીશું, મેરઠમાં ધન સિંહ ગુર્જર અત્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખોલીશું, લવ જેહાદ પર 10 વર્ષની જેલ અને 1 વર્ષનો દંડ, મેરઠ, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહરાઈચમાં એન્ટી ટેરરિસ્ટ કમાંડો સેન્ટર બનાવશે સાથેજ દરેક પોલીસ સ્ટેશનમાં સાઈબર હેલ્પ ડેસ્ક, 5 વિશ્વ સ્તરીય એક્ઝીબિશન અને અત્યાધુનિક કન્વેંશન સેન્ટર બનાવશે. જેવા મુદ્દાઓ પર ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.