ભાજપે નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે તેના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના નેતાઓએ આ સંદર્ભે દિલ્હી સ્થિત કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જણાવી દઈએ કે નાગાલેન્ડમાં ભાજપ અને NDPP એકસાથે ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
નાગાલેન્ડમાં ભાજપે તેના તમામ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ અલંગટાકી સીટ પરથી પ્રદેશ અધ્યક્ષ ટેમજેન ઇમના અલંગને ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડશે
બીજેપી નેતા તેમ્જેન ઇમના અલંગે જણાવ્યું કે, ભાજપ અને NDPP ગઠબંધન રાજ્યની તમામ 60 સીટો પર સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે સીટની ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ છે. ભાજપ 20 સીટો પર ચૂંટણી લડશે જ્યારે NDPP 40 સીટો પર ચૂંટણી લડશે.