રાજ્યમાં ચૂંટણી પહેલા હાલ વિવિધ પક્ષોનાં નેતા પોતાનું નામાંકન ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા કેસરીયા મહારેલીનું આયોજન કરાયુ છે. રેલીનો રૂટ પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસે એસજી હાઈવે હોય છે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ બપોરે 12.10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભરશે.
અમિત શાહ રાજ્યમાં ચૂંટણી પહેલા હાલ વિવિધ પક્ષોનાં નેતા પોતાનું નામાંકન ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા કેસરીયા મહારેલીનું આયોજન કરાયુ છે. રેલીનો રૂટ પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસે એસજી હાઈવે હોય છે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ બપોરે 12.10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભરશે.
41 – ઘાટલોડિયા વિધાનસભા ખાતે યોજવામાં આવેલી સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી પછી પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. 1990થી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે. એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય દેખાડ્યો નથી. મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.
તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. ભાજપ સરકારે ગુજરાતમાં જળ સંચય અભિયાન શરૂ કર્યું અને નર્મદાનું પાણી 13000 તળાવોમાં ઠાલવ્યું અને તળ ઉપર લાવ્યા. ભાજપે ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ કર્યુ. આ ઉપરાંત PM નરેન્દ્રભાઈ મોદીએ ત્રિપલ તલાકની પ્રથા દૂર કરાવી અને મુસ્લિમ મહિલાઓને સુરક્ષા અપાવી છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિનંતી કરતા કહ્યું હતું કે, હું બે હાથ જોડી વિનંતી કરું છું કે કમળના બટનને દબાવજો. અહીંયાથી ધારાસભ્ય અને મુખ્યમંત્રી બંને મળે. રેકોર્ડ તોડ મતદાન કરી તમે ભૂપેન્દ્ર પટેલને જીતાડશો એવી આશા છે.