તમે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝરનો ઉપયોગ જોયો જ હશે. પરંતુ હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ બુલડોઝરની એન્ટ્રી થઈ છે. હવે તમે વિચારતા જ હશો કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના બુલડોઝરનો શું ઉપયોગ? તો તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે એટલે કે, શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ગોડાદરા વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરવાના છે. અને તેના માટે ભાજપ બુલડોઝરના સહારે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફળવણીસ આજે સુરતમાં ચૂંટણી પ્રચારમા સામેલ થવાના છે. યોગી અદિત્યનાથ ચોર્યાસી વિધાનસભાના ગોળાદ્રા વિસ્તારમાં તેઓ ચૂંટણી પ્રચાર કરશે. ત્યાર બાદ રાત્રે 8 વાગે ગોળાદ્રા વિસ્તારમાં જનસભાને સંબોધશે. દેવેન્દ્ર ફળવણસી લિંબાયત વિસ્તરમાં ચૂંટણી પ્રચાર કરીને જનસભા સંબોધશે.
પહેલા તબક્કાની તમામ 89 બેઠકો પર કરશે જનસભા. કેન્દ્રિય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા નવસારી, ભરુચ અને રાજકોટમાં પ્રચાર કરશે. નીતિન ગડકરી જામનગર, ભરુચ, ઓલપાડ. યોગી આદિત્યનાથ વાંકાનેર, ભરુચ, સુરતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ રાજુલા, મહુવા, જલાલપોર, રાજકોટમાં જાહેર સભા કરશે.