મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ
કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા
મોદી સરકારના 8 વર્ષમાં આ 8 યોજનાઓ ઘણી લોકપ્રિય બની
કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે એટલે આજે છે. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે સત્તામાં પરત ફર્યું. આ મોટી જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણકારી યોજનાઓએ મોટી ભૂમિકા ભજવી છે.
જો કે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણી સમસ્યાઓ હતી. સરકારના આ 8 વર્ષના સફરમાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રિય થઈ છે. ત્યારે આવો એવી 8 યોજનાઓ વિશે વિસ્તારમાં તમને સમજાવીએ.
જનધન યોજના
દેશના દરેક પરિવારને બેન્કિંગ સિસ્ટમથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2014એ જનધન યોજનાની શરૂઆત કરી હતી. સરકારની આ યોજના ખૂબ સફળ રહી છે.
ઉજ્જવલા યોજના
કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ (એલપીજી) કનેક્શન મફતમાં આપે છે. આ યોજના 1લી મે 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી.
કિસાન સન્માન નિધિ યોજના
લોકસભા ચૂંટણી-2019 પહેલા PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. PM મોદીની આ યોજનાના દેશના દરેક ગામમાં વખાણ થઈ રહ્યા છે.
આયુષ્માન ભારત યોજના
આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે (BPL) પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો કેશ લેસ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.
સ્વચ્છ ભારત મિશન
વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિનામૂલ્યે શૌચાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ યોજનાની શરૂઆતમાં PM મોદીએ કહ્યું હતું કે ગાંધીજીએ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો, પરંતુ તેમનું ‘સ્વચ્છ ભારત’નું સપનું પૂરું ન થયું.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કોરોના સંકટ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજના 26 માર્ચ 2020 ના રોજ જાહેર કરવામાં આવી હતી, સરકારનો ઉદ્દેશ્ય એ છે કે દેશમાં કોઈ ભૂખ્યું ન રહે
જલ જીવન મિશન
મોદી સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં ઘરે-ઘરે સ્વચ્છ પાણી પૂરું પાડવાનું છે. અગાઉ આ યોજના હેઠળ 2030 સુધીમાં દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. હર ઘર નળ યોજનાને જલ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે
પ્રધાનમંત્રી આવાસ યોજના
આ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે મદદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ એવા લોકોને મકાનો આપવામાં આવે છે જેમની પાસે કાચા મકાનો છે.