તમે ક્યારેક કોઇ તેવી જગ્યા જોઇ છે જેની ખૂબસૂરતીને જોઇને તમે થાય કે આટલી અદ્ઘભૂત જગ્યા વિષે કેમ હજી સુધી કોઇને ખબર નથી અને કેમ આ જગ્યાને દુનિયાની સાતની સાત અજાયબીમાં નથી લેવામાં આવી. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી જગ્યાઓ વિષે જણાવાના છીએ જેને જોઇને તમને થશે કે યાર, આ તો સાત જગ્યાઓને તો ખરેખરમાં દુનિયાની સાત અજાયબીમાં સામેલ કરવી જ રહી.
જો તમને નવી નવી જગ્યાઓ વિષે જાણવાનું અને ફરવાનું ગમતું હોય તો તમારે તો આ આર્ટીકલ જરૂરથી તમારા કામમાં આવી શકે છે કારણ કે આજે અમે તમને દુનિયાની કેટલીક તેવી જગ્યાઓ વિષે જણાવવાના છીએ જે છે દુનિયાથી અછૂતી. પણ આ તમામ જગ્યાઓ એટલી અદ્ધભૂત, રમણીય અને સુંદર છે કે તેને જોઇને મન થઇ જાય કે બસ અહીં જ એક ઘર બનાવીને રહી જઇએ. તો જાણો દુનિયાની સાત જગ્યાઓ વિષે જેને જોઇને તમને થશે કે ખરેખરમાં આ જગ્યાઓ છે આ દુનિયામાં…
ગ્રેટ બ્લયુ હોલ
આ જગ્યા બેલીઝથી 60 માઇલ્સ દૂર આવેલી છે. આ જીયોલોજીકલ વન્ડર સુંદર ગોળાકાર ધરાવે છે જે 480 ફીટ ઊંડો છે. અને તેની નીચે આવેલી બલ્યુ વેલી તેના આ ડાર્ક સુંદર બલ્યુ રંગ આપે છે. અને માટે જ તેનું નામ ગ્રેટ બલ્યુ હોલ પાડવામાં આવ્યું છે.
વેવ
આ શ્વાસથંભાવી દે તેવી જગ્યા એરિઝોના અને ઉતાહની વચ્ચે આવેલી છે. આ અદ્ધભૂત જગ્યા પથ્થરો અને પવનના ધર્ષણના કારણે બની છે. જે ખરેખરમાં દુનિયાનો એક કરિશ્મા સમાન જ છે.
બલ્યુ લેક ગુફા
બ્રાઝિલમાં આવેલી આ ગુફા અદ્ધભૂત અંડરગ્રાઉન્ડ લેકના લીધે બની છે. સ્ટાલાગ્ટિ્સ નામની રાસાયણિક પ્રક્રિયા જે બરફ અને પાણીના લીધે થાય છે તેના લીધે આ ગુફા આટલી સુંદર બની છે.
વિશાળ કોઝવે
પ્રાચીન જ્વાળામુખીના ફાટવાના કારણે આ જગ્યા આવી ચોરસ પથ્થરો જેવી બની છે. આમાંથી મોટા ભાગના પથ્થરો ષટકોણ આકાર ધરાવે છે જે આ જગ્યાની ખાસિયત છે. આ જગ્યા નોર્ધન આર્યલેન્ડના નોર્થ ઇસ્ટ દરિયા કિનારે આવી છે.
નરકનો દરવાજો
આ જગ્યા તુર્કમેનિસ્તાનમાં આવેલી છે. અને તે નરકના દરવાજા તરીકે પ્રખ્યાત છે. આ આગથી બળતી ખાણને જીઓલોજીસ્ટ દ્વારા શોધવામાં આવી હતી. જે દિવસથી તેની શોધ થઇ છે ત્યારથી આજ દિવસ સુધી તે સતત દિવસ રાત બળી રહી છે.
વેવ રોક
પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલી આ વેવ રોક વેલી પ્રાકૃતિક રીતે બનેલી છે. આ પથ્થર 15 ફીટ ઊંચા અને 110 મીટર લાંબા છે. અને તેમાં પાણી પણ ભરાય છે.
ચોકલેટ હિલ્સ
ફિલિપાઇન્સના બોહોલમાં આવેલા આ નાની નાની ટેકરીઓ લગભગ 50 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. અને તેના બ્રાઉન રંગના કારણે તેને ચોકલેટ હિલ્સ નામ આપવામાં આવ્યું છે. આ ટેકરીઓ શાની છે અને કેમ આ જ વિસ્તારમાં આવી રીતે ફેલાયેલી છે તે વિષે હજી શોધ ચાલુ છે.