વૈજ્ઞાનિકો મચ્છરને બચાવવા કરી રહ્યા છે મહેનત
મચ્છર આહાર કડીમાં છે મહત્વના
મચ્છરના ઉપદ્રવને રોકવાની ઈચ્છા મનુષ્ય જીવ માત્રને હોય છે
મચ્છરોની વાત આવે એટ્લે દરેકને એકજ ઈચ્છા હોય છે કે તેને મારી નાખવમાં આવે! વૈજ્ઞાનિકો પણ તેવું જ કઈક ઈચ્છી રહ્યા છે કે મચ્છરજન્ય રોગોનો વિશ્વમાંથી નાશ થાય. પરંતુ શું તમે જાણો છો કે મચ્છરો પણ વિશ્વ માટે અન્ય જીવો જેટલા જ જરૂરી અને લાભકારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો મચ્છરોનો દુનિયામાંથી ખાતમો થઈ જાય તો વિશ્વ અને પર્યાવરન માટે ઘણું નુકસાન થઈ શકે છે. આખરે એવું તો શું કે મચ્છરોને બચાવવા માટે વિયજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે.’ધ કાનવરસેશન’ ના રિપોર્ટ અનુસાર ,મચ્છર એ જંતુની એક મોટી પ્રજાતિ છે. મચ્છરોને ઉડતા જંતુઓની શ્રેણીમાં રાખવામા આવ્યા છે. આપને જણાવી દઈએ કે મચ્છર અને તેના બચ્ચા લારવા બન્નેથી એક બીજાથી તદ્દન વિપરીત છે. મચ્છરોને માત્ર બે જ પાંખ હોય છે જ્યારે મધમાખી જેવા જંતુઓને 4 પાંખો હોય છે. ઘણી ફલાય માત્ર ચટકા ભરવા વાળી જ હોય છે.
જેમાં હોર્સફલાય પણ આવી જાય છે પરંતુ મચ્છર આ બધામાં સામાન્ય છે. વૈજ્ઞાનિકો મચ્છરોને વિશ્વ માટે આવશ્યક માને છે, તેમ છતાં તેમને નાબૂદ કરવાને બદલે તેને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કારણ કે મચ્છર પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો અનુસાર વિશ્વમાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ છે અને તે બધા એક બીજાથી ખૂબ જ અલગ છે. કેટલાક રાત્રિ દરમિયાન વધુ એક્ટિવ હોય છે જ્યારે કેટલાક દિવસ દરમિયાન વધુ સક્રિય રહેતા હોય છે.આપને જાણીને નવાઈ લાગશે કે માત્ર માદા મચ્છર જ મનુષ્યનું લોહી ચૂસે છે કારણ કે તેના દ્વારા તેઓ ઈંડા મૂકી શકે છે. નર મચ્છર જીવિત રહેવા માટે ફૂલોનો રસ ચૂસી લે છે.
જો માદા મચ્છર કોઈ માનવ કે પ્રાણીનું લોહી ચૂસે જેના શરીરમાં કોઈ ગંભીર રોગ કે વાયરસ હોય તો જ્યારે માદા મચ્છર બીજા માણસને કરડે તો તે વાયરસ ફેલાવી શકે છે. મચ્છરની આટલી બધી પ્રજાતિઓમાંથી માત્ર 40 પ્રજાતિઓની માદાઓ અત્યંત જોખમી હોઈ શકે છે, જેનાથી મેલેરિયા જેવા જીવલેણ રોગો થાય છે.હવે આપણે જાણીએ છીએ કે શા માટે મચ્છર વિશ્વ માટે જરૂરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મચ્છરોના અદ્રશ્ય થવાને કારણે પર્યાવરણ અને ઈકોસિસ્ટમ વચ્ચેનું સંતુલન ખોરવાઈ શકે છે. આવા અનેક જીવો છે જે આ મચ્છરોને ખાય છે. મચ્છર અથવા તેમના લાર્વા દેડકા, ડ્રેગનફ્લાય, કીડી, કરોળિયા, ગરોળી, ચામાચીડિયા વગેરે જેવા જીવોનો ખોરાક છે.
તેથી જો મચ્છર અદૃશ્ય થઈ જાય, તો ઘણા જીવો પાસે ખાવા માટે ખૂબ જ ઓછો ખોરાક હશે. આ તેમના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે.આ સિવાય ઘણા મચ્છર પરાગનયનમાં મદદ કરે છે. આ પ્રોસેસ હેઠળ, તેઓ છોડના પરાગને લે છે અને તેને અલગ-અલગ જગ્યાએ છોડે છે, જેના કારણે અલગ-અલગ જગ્યાએ નવા છોડ ઉગે છે. તેઓ મધમાખીઓની જેમ પરાગનયન કરી શકતા નથી પરંતુ તે જરૂરી છે. એટલા માટે ઘણા વૈજ્ઞાનિકો એવા મચ્છર તૈયાર કરવામાં લાગેલા છે જે મચ્છર જેવા હોય, અન્ય જીવો તેને ખાઈ શકે. જેથી પર્યાવરણની ઈકો સિસ્ટમ જળવાઈ રહે. પરંતુ તેના કરડવાથી માણસોને અથવા જેમને કોઈ રોગ થતો નથી તેને કોઈ નુકસાન થતું નથી.