ઓસ્ટ્રેલિયાનું હિલર લેક તેના ગુલાબી પાણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઓસ્ટ્રેલિયા તેના ગ્રેટ બેરિયર રીફ માટે વિશ્વભરમાં જાણીતું છે, પરંતુ પિંક લેક હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
પાણીનો કોઈ રંગ નથી. પરંતુ જો અમે તમને જણાવીએ કે દુનિયામાં એક એવું તળાવ છે, જેનો રંગ ગુલાબી છે. તમને પણ આ સાંભળીને નવાઈ લાગશે. આ સરોવર ભારતમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં છે. તેના ગુલાબી રંગના કારણે આ તળાવ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વેસ્ટગેટ પાર્કમાં આવેલું હિલર લેક સમગ્ર વિશ્વમાં પિંક લેક અથવા સેલાઇન લેક તરીકે ઓળખાય છે. આ તળાવનું ક્ષેત્રફળ માત્ર 600 ચોરસ મીટર છે, તેથી તે વિશ્વના સૌથી નાના અને સુંદર તળાવમાં સામેલ છે.
તળાવની આસપાસના પેપરબાર્ક અને નીલગિરીના વૃક્ષો તેની સુંદરતામાં વધારો કરે છે. આ તળાવના પાણીમાં ઘણું મીઠું, શેવાળ અને બેક્ટેરિયા છે. જ્યારે તેમાં મીઠાનું પ્રમાણ ઘણું વધી જાય છે ત્યારે તેનું પાણી ગુલાબી થઈ જાય છે.
તેના રંગ બદલાવાના વધુ ત્રણ મુખ્ય કારણો છે અને તે છે અહીંનું ઊંચું તાપમાન, તેજસ્વી સૂર્યપ્રકાશ અને તળાવમાં એકઠું થતું વરસાદનું પાણી.
નિષ્ણાતોના મતે, શેવાળ અને બેક્ટેરિયા હોવા છતાં, આ તળાવનું પાણી મનુષ્ય અને પ્રાણીઓ માટે નુકસાનકારક નથી. જેના કારણે અહીં મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગ અને બોટિંગની મજા માણવા આવે છે.