જો તમને પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી ખુશ દેશ કયો છે, તો તમે ફિનલેન્ડનું નામ લેશો. હા! આ વાત સાચી પણ છે કારણ કે વર્ષ 2024ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર આ દેશનું નામ છે. પરંતુ એક રિસર્ચમાં પરિણામ અલગ જ આવ્યું છે અને તેમાં જે દેશનું નામ સૌથી ખુશ દેશ તરીકે સામે આવ્યું છે તે ફિનલેન્ડ નહીં પરંતુ ઓસ્ટ્રિયા છે, જે યુરોપનો સૌથી સુંદર દેશ કહેવાય છે.
વૈશ્વિક ડેટાના વિશ્લેષણના આધારે Casino.com દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં આ આશ્ચર્યજનક પરિણામો પ્રાપ્ત થયા છે. આમાં સરેરાશ પગાર, બેરોજગારી દર, ગુનાખોરીનો દર, સૂર્યપ્રકાશના કલાકો અને નિવૃત્તિની સરેરાશ ઉંમર પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આમાં ઑસ્ટ્રિયાએ સંભવિત 10માંથી 7.26નો હેપ્પી સ્કોર મેળવ્યો, જે તેને પ્રથમ સ્થાને લાવી દીધું.
જીવનની ગુણવત્તા, સરેરાશ પગાર અને સલામતી જેવા પરિબળોના આધારે ઑસ્ટ્રિયાને વિશ્વનો સૌથી સુખી દેશ ગણવામાં આવે છે. આ દેશ ઊંચા પહાડો અને ચમકતા સરોવરોનાં અદ્ભુત નજારા માટે પ્રખ્યાત છે. આ લેન્ડલોક દેશ યુરોપની મધ્યમાં છે જ્યાં રાજધાની વિયેના જેવા ઘણા આકર્ષક શહેરો અને અલ્પબાક જેવા ગામો છે.
આશ્ચર્યજનક રીતે, આ સંશોધન વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2024થી થોડું અલગ છે, જેમાં ફિનલેન્ડને “વિશ્વનો સૌથી સુખી દેશ” તરીકે વર્ણવવામાં આવ્યો છે. જો કે, સત્તાવાર વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 અનુસાર, ઓસ્ટ્રિયા વૈશ્વિક સ્તરે 14મા સૌથી ખુશ દેશ તરીકે ઉભરી આવ્યો છે. Casino.com નું સંશોધન દર્શાવે છે કે ઑસ્ટ્રિયાએ તેના વિશ્લેષણમાં મુખ્ય પરિબળો પર ઉચ્ચ સ્કોર કર્યો છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઑસ્ટ્રિયાએ તમામ ક્ષેત્રોમાં પ્રમાણમાં ઉચ્ચ સ્કોર મેળવ્યો છે, અમે જે છ પરિબળો પર ધ્યાન આપ્યું છે તેમાંથી ચાર માટે ટોચના 10માં સ્થાન મેળવ્યું છે. અહીં જીવનની ગુણવત્તા ઘણી ઊંચી છે, સરેરાશ વાર્ષિક પગાર 50,436 પાઉન્ડ એટલે કે 53 લાખ 64 હજાર રૂપિયા છે અને નિવૃત્તિની ઉંમર 62.5 વર્ષ છે. વિઝન ઓફ હ્યુમનટી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ પીસ ઈન્ડેક્સના આધારે ઓસ્ટ્રિયાને વિશ્વનો પાંચમો સૌથી શાંતિપૂર્ણ દેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં દુનિયાભરના લોકો આવવું અને રહેવાનું પસંદ કરે છે. 20 લોકોનું આ અનોખું શહેર રહેવા અને ફરવા માટે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. ઑસ્ટ્રિયાની આ રાજધાનીમાં ક્રાઇમ લેવલ ખૂબ જ ઓછું છે અને તેના ભરોસાપાત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટને કારણે અહીં રાત્રે પણ મુસાફરી કરવી સલામત માનવામાં આવે છે. આ શહેર ખાસ કરીને તેના સુંદર મહેલો માટે જાણીતું છે અને શિયાળામાં તે ક્રિસમસ બજારોની ચમકતી લાઇટોથી ચમકે છે.
ઓસ્ટ્રિયાના શહેરો જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોની સુંદરતા પણ દુનિયામાં ઓછી ફેમસ નથી. તેનું ગામ અલ્પબેક તેના પરંપરાગત લાકડાના સ્થાપત્ય અને રંગબેરંગી ફૂલોની વિપુલતાના કારણે ઓસ્ટ્રિયાના સૌથી સુંદર ગામનું બિરુદ જીત્યું છે. અહીં 400 થી વધુ સ્નાન તળાવો છે જે ઉનાળાની ઋતુમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આ સરોવરોમાંથી સૌથી સુંદર પૈકીનું એક તિરોલનું લેક એચેન્સી છે, જે 20,000 વર્ષ પહેલાં ગ્લેશિયર્સ દ્વારા આલ્પ્સમાંથી કોતરવામાં આવ્યું હતું.