અમેરિકાના વર્જિનિયામાં રહેતી 35 વર્ષની જોર્ડન હેટમેકર સ્કાઈડાવિંગની શોખીન છે
તેણે 13000 ફૂટની ઉંચાઈએથી કૂદકો લગાવ્યો હતો, પણ એક મોટી ભૂલ કરી બેસી
તે પેરાશૂટ ખોલવાનું ભૂલી ગઈ, જ્યારે યાદ આવ્યું ત્યારે પેરાશૂટ તેના પગમાં ફસાઈ ગયું
ગુજરાતીમાં કહેવાત છે કે, નસીબનો બળિયો. પણ દરેક લોકોને નસીબ સાથ આપે એવું જરુરી નથી. કેટલાંક લોકો નાની અમથા અકસ્માતમાં પણ દુનિયા છોડીને જતા રહેતા હોય છે. જ્યારે કેટલાંક લોકોના નસીબ એવા હોય છે કે મોટામાં મોટા અકસ્માત બાદ પણ મોતને માત આપી દેતા હોય છે. આજે આવી જ એક ઘટના અમે તમને જણવવા માટે જઈ રહ્યાં છીએ. યુવતી સ્કાઈ ડાઈવિંગ (skydiving) કરી રહી હતી. તેણે 13000 ફૂટની ઉંચાઈએથી કૂદકો લગાવ્યો હતો. પરંતુ તેનું પેરાશૂટ ખૂલ્યું નહીં. એ પછી તે સીધી જમીન પર પટકાઈ હતી.
જોર્ડન હેટમેકરની ઉંમર 35 વર્ષ છે. તે અમેરિકાના વર્જિનિયામાં રહે છે. પોતાની સાથે થયેલી દુર્ઘટના અંગે વાત કરતા તેણે જણાવ્યું કે, તેના જીવનમાં આ બધુ માત્ર 30 જ સેકન્ડમાં થઈ ગયું. લગભગ 13000 ફૂટની ઉંચાઈએથી તેણે કૂદકો લગાવ્યો હતો. આ દરમિયાન તે પોતાનું પેરાશૂટ ખોલવાનુ ભૂલી ગઈ હતી. જ્યારે તેને યાદ આવ્યું કે પેરાશૂટ ખોલવાનું છે, ત્યારે તે તેના પગમાં ફસાઈ ગયું હતું.
જંપ લગાવ્યા પછી યુવતી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નીચે આવી રહી હતી. એ પછી તે ઝડપથી જમીન પર તરફ જઈ રહી હતી અને ધડામ લઈને જમીન પર પટકાઈ. નીચે પટકાયા પછી તે પીડાથી કણસી રહી હતી. તેણે જણાવ્યું કે, મને વિશ્વાસ હતો કે હું જીવતી નહીં બચું. જમીન પર પટકાયા બાદ તેના શરીરના મોટાભાગના હાડકા તૂટી ગયા છે. મારી કમર, પગ વગેરે તૂટી ગયા છે. તેમ છતાં હું બેભાન થઈ નહોતી, પરંતુ પીડાના કારણે મદદ માગી રહી હતી. એ પછી મને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ દુર્ઘટના બાદ જોર્ડન હેટમેકર 25 દિવસો સુધી હોસ્પિટલમાં રહી હતી. એટલું જ નહીં તેને પોતાના પગ પર ઉભા થવામાં અને ચાલવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો. બીજી તરફ, આ સ્કાઈ ડાઈવિંગ બાદ જોર્ડન હેટમેકરને માઉન્ટ એવરેસ્ટની હાઇકિંગ માટે જવાનું હતું. પરંતુ તેની સાથે આ દુર્ઘટના સર્જાયા બાદ એ પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. હવે જોર્ડન આવતા નવેમ્બર મહિનામાં હાઈકિંગ માટે જશે. ઘીરે ધીરે તે આની તૈયારીઓમાં લાગી જશે. જો કે, આ દુર્ઘટના બાદ પણ જોર્ડન સ્કાઈ ડાઇવિંગ નહીં છોડે એવું તેણે જણાવ્યું હતું. જોર્ડને કહ્યું કે, આ તેનું સપનું છે અને તે પોતાના સપનાને છોડી શકે નહીં. થોડા સમય બાદ તે ફરીથી સ્કાઈ ડાઈવિંગ કરશે.