પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી
ચીનના જંગલોમાં મળી આવી બીજી દુનિયા
બીજી દુનિયા’ વાસ્તવમાં એક વિશાળ ખાડો છે
પૃથ્વી પછી માણસ સમુદ્ર અને અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે અને અહીંના અનેક રહસ્યો જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. પરંતુ પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ બાકી છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી. હાલમાં જ એક એવી જગ્યા સામે આવી છે જે એકદમ રહસ્યમય છે.
લોકો તેને ‘બીજી દુનિયા’ કહી રહ્યા છે. આ સ્થળ ભારતના પડોશી દેશ ચીનમાં છે. ચીનના જંગલોમાં સ્થિત આ જગ્યાએ સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. તાજેતરમાં જ પહેલીવાર કોઈ માનવી આ જગ્યાએ પહોંચ્યો છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે.
વૃક્ષોની નવી પ્રજાતિઓનું હોઈ શકે છે અસ્તિત્વ
એટલું જ નહીં અત્યાર સુધીમાં અહીં આવા 30 ખાડાઓ જોવા મળ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે પાણીના જોરદાર પ્રવાહને કારણે પહાડો અંદરની તરફ ધસી ગયા હશે. જેના કારણે આ મોટા ખાડાઓ બન્યા હશે. જો કે આ ખાડા કેવી રીતે બન્યા તે હજુ સુધી સાબિત થયું નથી. રિસર્ચ ટીમે અહીં તસવીરો પણ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં વૃક્ષો અને છોડની નવી પ્રજાતિઓ પણ હોઈ શકે છે.
સ્થાનિકો તેને કહે છે ‘બીજી દુનિયા’
ભારતના પડોશી દેશ ચીનના લે કાઉન્ટીના જંગલોમાં સ્થિત આ ‘બીજી દુનિયા’ વાસ્તવમાં એક વિશાળ ખાડો છે. એક રિસર્ચ ટીમે આ ખાડો શોધી કાઢ્યો છે. અહીં રહેતા લોકો તેને ‘શેનયિંગ તિયાનચેંગ’ કહે છે. સ્થાનિક લોકોનું માનવું હતું કે આ ખાડાનો કોઈ અંત નથી. ત્યાં જ તેઓ તેને ‘બીજી દુનિયા’ માનતા હતા. જો કે તપાસ ટીમ અહીં પહોંચ્યા બાદ અનેક બાબતો સામે આવી છે.
આ કારણે નથી પહોંચી શકતો સૂર્યપ્રકાશ
રિપોર્ટ અનુસાર ગાઢ જંગલોની વચ્ચે સ્થિત આ વિશાળ 630 ફૂટના આ વિશાળ ખાડાની પહોળાઈ 490 ફૂટ છે. તપાસ ટીમે આ ખાડાની અંદર જવા માટે ત્રણ રસ્તા શોધી કાઢ્યા છે. ટીમે જણાવ્યું કે આ ખાડાની અંદર 130 ફૂટ ઉંચા વૃક્ષો છે જે અંદર જતા રસ્તા તરફ વળેલા છે. આ જ કારણ છે કે તેની અંદર સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. પરંતુ અંદરથી તે ખૂબ જ સુંદર લાગે છે.