ચીનનો એક રહસ્યમય પથ્થર ઈંડા આપે છે.
ચીની લોકો પથ્થરવાળા ઈંડાને મેળવવા માટે કઈ પણ કરી શકે છે
પથ્થર ત્રીસ વર્ષ સુધી ઈંડાને પોતાની અંદર સેવે છે
આવુ કેમ થાય છે તેની માહિતી મેળવવાની વાત વૈજ્ઞાનિકોએ કહી છે, પરંતુ તેના જવાબને સમજવાને બદલે ચીની લોકો પથ્થરવાળા ઈંડાને મેળવવા માટે કશું પણ કરવા તૈયાર રહે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આજ સુધી તમે મરઘીઓને ઈંડા આપતા જોયુ હશે અને સાંભળ્યું હશે. ચીનનો એક રહસ્યમય પથ્થર ઈંડા આપે છે. આ પથ્થર ત્રીસ વર્ષ સુધી ઈંડાને પોતાની અંદર સેવે છે. ત્રીસ વર્ષ બાદ આ ઈંડા પથ્થરથી જાતે અલગ થાય છે.
આ પથ્થરની ઉંચાઈ 19 ફૂટ અને લંબાઈ 65 ફૂટ છે. આ અકલ્પનીય ઘટનાને જોવા માટે આખા ચીનમાંથી લોકો અહીં આવે છે અને પ્રાર્થના કરે છે કે કદાચ તેમને એક ઈંડુ મળી જાય.ગુલૂ ગામની નજીક બનેલી આ ગુફા અંગે વિસ્તારના લોકોનુ કહેવુ છે કે તેમણે પોતાના પૂર્વજો વિશે સાંભળ્યું હતુ. જે પણ હોય તે ભાગ્યની વાત છે ત્યારે લોકો સાથ લઇ જવા માંગે છે.
અત્યારે અહીં 70 ઈંડા વધ્યા છે, જેને હજી સુધી સુરક્ષિત મુક્યા છે જ્યારે બાકી તેના બાકી ઈંડા ચોરી લીધા અથવા વેચી દેવામાં આવ્યાં.આ રહસ્યમયી ટેકરાને ચન દન યાના નામથી ઓળખવામાં આવે છે. આ ઈંડા આપનારો પથ્થર કાળા રંગનો છે. જેના ઈંડા બહારથી ચિકણા હોય છે. આ પોતાની રીતે પથ્થરની સપાટીથી ધીરે-ધીરે બહારની તરફ નિકળવા લાગે છે અને ત્રીસ વર્ષ બાદ જાતે અલગ થાય છે, જેમકે કોઈ નેચરલ ડિલીવરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોય.