Offbeat News: દરેક મનુષ્ય લાબું જીવન જીવવાની ઈચ્છા રાખતો હોય છે અને પોતાને ફિટ રાખવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અમર થઈને કોઈ આવ્યું નથી. બધાએ એકના એક દિવસે આ દુનિયામાંથી વિદાય લેવી જ પડે છે. પરંતુ જો એવું થાય કે માનવી હવે 130 વર્ષ સુધી જીવી શકશે તો… જી હા સાચું સાંભળ્યું તમે ,આ કોઈ કલ્પના માત્ર નથી, પણ તેને વૈજ્ઞાનિક રીતે સાબિત પણ કરવામાં આવ્યું છે. વાત એમ છે કે ચીનના વૈજ્ઞાનિકોને લોહીમાં એક એવું તત્વ મળી આવ્યું છે જે વધતી ઉંમરને રોકવામાં મદદરૂપ છે. એવો દાવો કરવામાં આવે છે કે જો આ તત્વ મનુષ્યને ચોક્કસ ઉંમરે આપવામાં આવે તો તે લાંબુ જીવન જીવી શકશે.
નેચર એજિંગ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકોએ આ સંશોધન નર ઉંદરો પર કર્યું હતું જે સરેરાશ 840 દિવસ જીવે છે. ઉંદર જયારે 20 મહિનાના હતા ત્યારથી તેને દર અઠવાડિયે આ તત્વ ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવતું હતું. ધીમે ધીમે ઉંદરોની ઉંમર ઓછી દેખાવા લાગી અને તેમની વૃદ્ધાવસ્થા બંધ થઈ ગઈ સાથે સાથે કામ કરવાની ક્ષમતા વધી ગઈ હતી. એટલું જ નહીં તેની લાઈફમાં 22.7 ટકાનો વધારો નોંધાયો હતો, જે એક રેકોર્ડ છે.
ઈન્જેક્શન લીધા પછી તમારી ઉંમર 120 થી 130 વર્ષ હશે
સંશોધન ટીમના સભ્ય ઝાંગ ચેન્યુએ કહ્યું કે, અમે એ જોઈને રોમાંચિત છીએ કે આ ઈન્જેક્શન આપનારા ઉંદરોમાંથી ઘણા 1266 દિવસ સુધી જીવિત રહ્યા. તમે વિચારી શકો છો કે જે ઉંદર 840 દિવસથી વધુ જીવિત ન રહી શક્યો તે 1,266 દિવસ જીવ્યો. જો આપણે માનવીની ઉંમરની હિસાબથી જોઈએ તો ઈન્જેક્શન લેવાથી તેમની ઉંમર 120 થી 130 ધીવર્ષ સુધી વ શકે છે. ઝાંગ ચેન્યુએ કહ્યું કે, જો તેનું ઈન્જેક્શન તૈયાર કરવામાં આવે અને તેને મનુષ્યોને આપવાની પરમિશન આપવામાં આવે તો માનવીનું આયુષ્ય વધશે અને દરેક વ્યક્તિ માટે 100 વર્ષથી વધુ જીવન જીવવું શક્ય બનશે.
દવાઓ સાથે પણ આપી શકાય છે
વૈજ્ઞાનિકોના મતે આ તત્વને દવાઓ દ્વારા આપી શકાય છે. જેના માટે લોહી બદલવાની જરૂર નહીં પડે. આની સારવાર એકદમ સરળ હશે. સંશોધનના લેખક, ચેન શીએ કહ્યું – અમે સ્પષ્ટપણે જોયું કે આ કામ કરી રહ્યું છે. આ સૌથી શક્તિશાળી વૃદ્ધત્વને રોકવા માટેનું તત્વ છે જે અમને મળ્યું છે. તે આપણા લોહીમાં કામ કરી શકે છે. ચેન શીએ જણાવ્યું કે આ સંશોધન સાત વર્ષ સુધી ચાલ્યું છે અને સેંકડો ઉંદરો પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો તેના પરથી જ આ સંશોધનને વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે.