ગુજરાતીઓની પહેચાન તો એકજ શબ્દ થી ઓળખી શકાય
ગુજરાતીઓનો ડંકો ભારત અને દુનિયામાં કંઇક અલગ જ વાગે છે
વ્યાપારી પ્રજા એટલે ગુજરાતી
આપણા ગુજરાતીઓનો ડંકો ભારત અને દુનિયામાં કંઇક અલગ જ વાગે છે પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ કે, તેઓ ગુજરાતીઓને કઈ રીતે બીજા કરતા અલગ પાડે છે.
નામની પાછળ લગાડતા શબ્દ ‘ભાઈ’ અને ‘બેન’
ગુજરાતીઓની પહેચાન તો એકજ શબ્દ થી ઓળખી શકાય છે. ગુજરાતી પુરુષ પોતાના નામની પાછળ ‘ભાઈ’ અને સ્ત્રી પોતાના નામની પાછળ ‘બેન’ શબ્દ લગાડે છે. જયારે કોઈ પણ ગુજરાતી અન્ય વ્યક્તિને બોલાવે છે ત્યારે તેમના નામની પાછળ ‘ભાઈ’ કે ‘બેન’ શબ્દ જરૂર બોલે છે. જેમકે “ કેમ છો ધીરજભાઈ ? “
ગુજરાતી લોકનૃત્ય – ગરબા
ગુજરાતીઓની આ એક આગવી ઓળખ છે. તેઓનું માનવું છે કે ગુજરાતીઓ નવરાત્રી સિવાય પણ ગમે ત્યાં ગમે ત્યારે ગરબા રમવાનું શરુ કરી દે છે.
વિનમ્ર અને શાંત લોકો
બીજા રાજ્યોના લોકોનું માનવું છે કે ગુજરાતીઓ ખુબજ શાંત અને વિનમ્ર હોય છે. તેઓ કઈપણ વિકટ સમસ્યાનો શાંતિ થી નિરાકરણ લાવવામાં માને છે. ગુજરાતીઓની બોલી પણ મીઠી હોય છે.
ગુજરાતી ભોજન
બીજા રાજ્યના લોકોનું માનવું છે કે ગુજરાતીઓનો ખોરાક એટલોજ જુદો હોય છે જેટલું એનું નામ.. અને ગુજરાતીઓ જેટલા શાંત હોય છે તેલાજ એમના ભોજન ના વિચિત્ર નામ પણ હોય છે જેમકે
ફાફડા, થેપલા, ઢોકળા, પાતરા, ખમણ , વિગેરે
ભાવ–તાલ માં ઉસ્તાદ
દેશના ગમે તે સ્થળ પર જ્યાં ગુજરાતીઓ જાય તો ત્યા નાનામાં નાની વસ્તુની પણ ખરીદી કરતી વખતે ભાવ-તાલ જરૂર કરે છે. એતો સાચું ને ભાઈ ગુજરાતીઓ બચતમાં માનનારી પ્રજા છે. અને માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવી હોઈ કે વિરાટ મશીનની ભાવ-તાલ તો કરવોજ પડે
વ્યાપારી પ્રજા
ભારત જ નહિ દુનિયાના દરેક લોકો એ માન્યું છે કે વ્યાપારી પ્રજા એટલે ગુજરાતી. જેને ૫ રૂપિયાના ૫ અબજ રૂપિયા કઈ રીતે બનાવવા તેની આવડત છે. એટલેજ તો ગુજરાતી બિઝનેશમેનો નો ડંકો સમગ્ર દુનિયામાં વાગે છે. ધીરુભાઈ અંબાની,જમશેદજી તાતા,અજીમ પ્રેમજી, ગૌતમ અદાની જેવા તો કેટલાયે.