કોરેટી ગામમાં તળાવનો કલર બદલાઈ જતાં લોકોમાં આશ્ચર્ય
બાજુમાં મહાદેવનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઈ
સાત દિવસ પહેલાં પાણીનો કલર બદલાતાં ગામના લોકોમાં ભારે કુતૂહલ
પાલનપૂરના વાવ પંથકમાં એક બનાવ બન્યો છે જેને કારણે તે ચર્ચાનો વિષય બન્યું છે. વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. અચાનક જ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે, જેને લઈને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઊમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જોકે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે.જો કે ત્રણથી ચાર દિવસ પહેલા ચેન્નાઇમાંથી પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં ચેન્નાઇના એક તળાવમાંથી વિપુલ પ્રમાણમાં મિથેન તત્વ મળી આવતાં તેના પાણીનો રંગ ગુલાબી થયો હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તળાવના દુષિત થવા પર યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી.જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે,
પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડ્યું છે.જો કે આ અંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે સુઈગામ તાલુકામાં આવેલા કોરેટી ગામ શંકર ભગવાનનું હજાર વર્ષો જૂનું મંદિર છે. અહિં પાંડવોએ પૂજા કરેલી છે અને આ મંદિરના ચમત્કારે આ તળાવે લાખો હજારો લીટર પાણીમાં ગુલાલ નાખ્યો હોઈ એવો ઘાટો ગુલાબી રંગ પકડી લીધો છે. આખું ગામ વિચારમાં પડી ગયું છે કે આ શંકર ભગવાનનો ખરેખર ચમત્કાર છે. અમે શ્રદ્ધાથી એને નમન કરીએ છીએ. પાણીને માથા પર ચડાવીને આ શંકર ભગવાનનું વરદાન હોય એમ માનીએ છીએ.