- સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળવાની મનાઈ છે
- આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહે છે
- આવા નિયમો ઘડીને સ્કૂલ અમારાં બાળકોને રોબો જેવાં બનાવી રહી છે.
ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટરની આ છે મોસ્લી હૉલિન્સ હાઈ સ્કૂલ કે જેમાં ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે શારીરિક સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળી બાથ ભરવા પર પ્રતિબંધ છે. શારીરિક સંપર્ક ન કરવાના નિયમ મુજબ સ્ટુડન્ટે અન્ય સ્ટુડન્ટને ઊંચકવો, ગલીપચી કરવી કે લડાઈ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહે છે . તેમજ આ નિયમને સ્ટુડન્ટ્સ, પેરન્ટ્સ તેમ જ નેટિઝન્સ દ્વારા પણ ઘણો કઠોર ગણાવીને વખોડી કાઢવામાં આવ્યો છે. પેરન્ટ્સનું કહેવું છે કે આવા નિયમો ઘડીને સ્કૂલ અમારાં બાળકોને રોબો જેવાં બનાવી રહી છે.