એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે
મહિલાઓનું માન અને વર્ચસ્વ વધુ હોય છે
પુત્રીનો જન્મ થતાં ઉત્સવ મનાવવામાં આવે છે
મોટાભાગે દેશમાં પુરુષો (man)ની ઇચ્છા અનુસાર જ મહિલાઓ જીવન વિતાવતી હોય છે. લગ્ન બાદ સસરામાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતના બે રાજ્યોમાં એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને આસામમાં આ જનજાતિ રહે છે. ચાલો જાણીએ આ જનજાતિ વિશે રસપ્રદ વાતો..
મેઘાલય અને આસામમાં વસવાટ કરતી આ જનજાતિનું નામ ખાસી છે. આ જનજાતિમાં પુરુષોના સ્થાને મહિલાઓનું માન અને વર્ચસ્વ વધુ હોય છે. આ જનજાતિમાં મહિલાઓનું રાજ ચાલે છે અને મહિલાઓની વાતને વધુ મહત્વ આપવામાં આવે છે.
ભારત સિવાય બાંગ્લાદેશમાં ખાસી જનજાતિ રહે છે. આ જનજાતિના લોકો પુત્રનો જન્મ થતાં ખુશી મનાવતા નથી પરંતુ પુત્રીનો જન્મ થતાં ઉત્સવ મનાવવામાં આવે છે. ખાસ કરીને આ જનજાતિમાં પરિવારની વડીલ કે મુખિયા મહિલા હોય છે. પરિવારમાં મહિલા જ આખરી નિર્ણય લેતી હોય છે.
સામાન્ય રીતે ભારતમાં લગ્ન બાદ મહિલાઓની વિદાય હોય છે, પરંતુ આ જનજાતિમાં વરની વિદાય થાય છે. આ સિવાય જન્મ બાદ પુત્રીઓ પ્રાણીઓના અંગો સાથે રમે છે અને તેના આભૂષણ બનાવવામાં આવે છે.
રસપ્રદ વાત એ પણ છે કે, લગ્ન પછી સામાન્ય રીતે મહિલા પોતાની સરનેમ બદલે છે, પરંતુ ખાસી જનજાતિમાં લગ્ન બાદ પુરુષ પોતાની સરનેમ બદલે છે. બાળકોના નામ પણ માતાની સરનેમ પરથી રાખવામાં આવે છે