12મા માળ પછી 13મા માળને બદલે 12A અથવા 12B નામ આપવામાં આવે છે
લોકો હજારો વર્ષોથી 13માં માળથી ડરતા હતા
આ માન્યતા પાછળ ”Friday The 13th’ સાથે પણ જોડવામાં આવ્યું છે.
જો તમે આ ઈમારતોમાં ગયા હોવ તો તમે જોયું હશે કે 12મા માળ પછી 13મો માળ નહીં, પરંતુ 12મા પછી સીધો 14મો માળ હોય છે. આટલું જ નહીં જો તમે લિફ્ટમાં જોયું હશે તો પણ તેમાં 13મા માળનું બટન નથી હોતુ. બિલ્ડરો એ પણ જાણે છે કે લોકો 13 નંબરને અપશુકન માને છે, જેના કારણે તે ફ્લોર પર ફ્લેટ ખરીદવાની શક્યતા ઓછી થઈ જાય છે અને લોકોને આવી ઈમારતોમાં રહેવાનું પસંદ નથી. તે ફ્લોર પર પ્લે હાઉસ અથવા એક્ટિવિટી એરિયા બનાવવામાં આવે છે. અથવા 12મા માળ પછી 13મા માળને બદલે 12A અથવા 12B નામ આપવામાં આવે છે. આવા બિલ્ડરો પોતાની મરજીથી નથી કરતા, પરંતુ તે લોકોની અંધશ્રદ્ધા છે, જેના કારણે કોઈ ત્યાં રહેવા માંગતું નથી.
આ જ કારણ છે કે લિફ્ટમાં પણ 13મા માળનો ઓપ્શન નથી હોતો.લોકો હજારો વર્ષોથી 13માં માળથી ડરતા હતા. તે ક્યારે શરૂ થયું તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. તેની પાછળ ”Friday The 13th’ સાથે પણ જોડવામાં આવ્યું છે. 15મી શતાબ્દીનું ‘ધ લાસ્ટ સુપર’ પેન્ટિંગ છે જે લિયોનાર્ડો ધ વિંચીએ બનાવ્યું હતુંતેમાં દર્શાવવામાં આવ્યું છે કે રાતના ભોજનમાં જેને લાસ્ટ સપર કહેવામાં આવે છે. તેમાં જે 13મા નંબર પર બેઠા હતા તે હતા જુડસ અથવા જીસસ ક્રાઈસ્ટ અને તે બંનેને ફાંસી પર ચઢાવવામાં આવ્યા હતા. આ એક કારણ છે, જે 13 નંબરને અશુભ માને છે.