શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં આયોજકોએ ગાયોને ભરપૂર કેરીનો રસ પીવડાવ્યો હતો
કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ગાયોને પૂરી શ્રદ્ધા સાથે રસ પીવડાવવામાં આવ્યો હતો
જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં 1205 ગૌવંશ છે.
રાજસ્થાનના પ્રતાપગઢની શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં આયોજકોએ ગાયોને ભરપૂર કેરીનો રસ પીવડાવ્યો હતો. ગૌવંશને પણ કેરીના રસનો આનંદ મળે તેના માટે અહીં એક અનોખું આયોજન કર્યુ હતું. અહીં 11 ક્વિન્ટલ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને ગાયોને પૂરી શ્રદ્ધા સાથે રસ પીવડાવવામાં આવ્યો હતો.
માંગલિક કાર્યક્રમો અને તહેવારો દરમિયાન ગૌવંશને લાપસી, ગોળ અને લીલું ઘાસ ખવડાવવામાં આવતું હોય છે. પરંતુ ગાયોને રસ પીવડાવવાનો કાર્યક્રમ પહેલી વખત થયો છે. પ્રતાપગઢના શ્રી મહાવીર ગોવર્ધન ગોશાળાના મેનેજમેન્ટે ખૂબ જ આદર સાથે તેનું અનોખું આયોજન કર્યું હતું. અહીં પહેલા 11 ક્વિન્ટલ કેરીનો રસ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને ટાંકીમાં ભરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભક્તોએ એ કેરીના રસમાં ડ્રાયફ્રૂટ્સ નાખી ગાય પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમ માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ગૌશાળામાં છે 1205 ગાયો છે. જિલ્લાની સૌથી મોટી શ્રી મહાવીર ગોવર્ધન ગૌશાળામાં 1205 ગૌવંશ છે. આ એ ગૌવંશ છે જેમને કતલખાને જવાથી બચાવી લેવામાં આવ્યા છે.
ગૌ ભક્તો અને જીવ દયા પ્રેમીઓ વતી આર્થિક સહાય પૂરી પાડીને આ ગૌશાળા ચલાવવામાં આવે છે. ગૌશાળાના ટ્રસ્ટી અરવિંદ વાયાનું કહેવું છે કે, જિલ્લાભરના પોલીસ સ્ટેશનોથી ગાયોને આ ગૌશાળામાં મોકલવામાં આવે છે. જિલ્લામાં વધુગૌશાળા સાથે સંકળાયેલા જૈન સંગીતકાર ત્રિલોક મોદીનું કહેવું છે કે, અહીં આવતા સમયે કતલખાનામાં જવાથી બચી ગયેલા ગૌવંશની હાલત ખૂબ જ ખરાબ હોય છે, પરંતુ અહીં આવ્યા બાદ ગૌવંશના ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ઘાસચારાની સાથે પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે છે. જેના કારણે અહીંના કતલખાને જવાથી બચી ગયેલી ગાયો પણ પ્રજનન કરી રહી છે. પાંચ ગૌશાળાઓ છે. પરંતુ ઘણી વખત જગ્યાના અભાવે તેમને ગૌવંશ લેવાની ના પાડી દેવામાં આવે છે.