આજે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી વિશ્વ ભરમાં કરવામાં આવે છે
લગભગ 80-90 વર્ષ પહેલા લાઇસન્સની પ્રથા હતી
10 પૈસાનો દંડ લેવામાં આવતો
સાઇકલ મારી સરરર જાય… આપણે નાના હતા ત્યારે સાઇકલ ચલાવવાનો ખૂબ શોખ હતો, એ આપણને યાદ જ હશે. પરંતુ શું તમે જાણો છો કે સાઇકલનું અસ્તિત્વ ક્યારે આવ્યું? એક સમયે સાઇકલનો ઉપયોગ પરિવહન માટે કરવામાં આવતો હતો. ત્યારે આજના સમયમાં સાઇકલ સ્વાસ્થ્ય માટે વપરાય છે.
આજે 3જી જૂન છે ત્યારે આજે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી વિશ્વ ભરમાં કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છેકે એક સમયે સાઇકલ ચલાવવા માટે લાઇસન્સ લેવું પડતું હતું. એટલુજ નહીં પણ અત્યારે આપડે જેમ વાહનો RTOમાં રજીસ્ટર કરાવીએ છીએ અને નંબર આવે છે તેમ એક જમાનમાં સાઇકલને પણ નંબર આપવામાં આવતા હતા.
આજથી લગભગ 80-90 વર્ષ પહેલા ગોંડલ સ્ટેટ દ્વ્રાર સાઇકલના લાઇસન્સની પ્રથા હતી. એ સાથે સાથે સાઇકલ ચલાવવા માટેના નિયમો પણ સ્ટેટ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. જો કોઈ સાઇકલ વનવેમાં ઘૂસી જાય તો તેમની પાસસેથી દંડ લેવમાં આવતો હતો. એ સમયે 10 પૈસાનો દંડ લેવામાં આવતો હતો.
સાઇકલની આગળ રાતે ટમટમ(ફાનસ) લગાવવાનો નિયમ હતો સાથે જ ત્રણ સવારી સાઇકલને પણ દંડવામાં આવતી. ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા પોતાના રાજયમાં સૂચારુ વ્યવસ્થા રહે તે માટે સાઇકલ માટે લાઇસન્સ અને નિયમાવલીની શરૂઆત કરવામાં આવી હતી.
એ સમયે દરેક વ્યક્તિ સાઈકલ ખરીદી શકે તેવી કેપેસિટી ન હતી, તો ઘણી જગ્યાએ સાઇકલ ભાડે મળતી હતી. કલાકના દરે સાઇકલ ભાડે મળતી હતી. એ જમાનામા ફિલિપ્સ અને એટલાસ એમ બે કંપનીની સાઇકલ આવતી હતી. જેમાં ફિલિપ્સ ઊંચા રેંજની સાઇકલ ગણવામાં આવતી હતી. આજે જ્યારે રંગબેરંગી સાઇકલ મળે છે, પણ વર્ષો પહેલા મોટાભાગે કળા કલરનીજ સાઇકલ આવતી હતી. રંગબે રંગી સાઇકલની શરૂઆત હીરો દ્વારા કરવામાં આવી હતી. એ સમયથી લઈ આજદિન સુધીમાં સાઈકલમાં અનેક ફેરફારો આવ્યા છે.
આજના સમયમાં સ્પોર્ટ્સ, રેગ્યુલર જેવી વિવિધ કેટેગરીની સાઇકલ માર્કેટમાં મળે છે. હવેતો સાઇકલ પણ ઇલેક્ટ્રીક આવી ગઈ છે. બસ બેસો અટલે ચાલવા લાગે.