બાંગલાદેશની યુવતી નદી તરીને ભારત પહોચી
પશ્ચિમ બંગાળના અભિક મંડળ નામના યુવાન સાથે પ્રેમમાં હતી યુવતી
ભારતમાં પ્રવેશવા જરૂરી પાસપોર્ટ ન હોવાથી ગેરકાનૂની રીતે પ્રવેશી હતી
એક બાંગ્લાદેશી મહિલા અને ભારતના પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રેમીને મળવાથી આંતરરાષ્ટ્રીય સરહદો પણ રોકી શકી નહીં. 22 વર્ષીય ક્રિષ્ના મંડલ નામની મહિલા એક કલાકથી વધુ સમય સુધી તરી નદી પાર કરી અને ભારતમાં પ્રવેશવા સુંદરવનથી પસાર થઈ હતી.
પ્રેમ કહાની, જે એક શોર્ટ ફિલ્મ બનાવવા જેવી છે, આ પ્રેમ કહાની ફેસબુક પર શરૂ થઈ હતી જ્યાં કૃષ્ણ મંડલ અને અભિક મંડળ પ્રથમ મળ્યા હતા. બંને થોડા જ સમયમાં એકબીજાના ગહન પ્રેમમાં પહોચી ગયા હતા. જો કે, તેઓ અલગ-અલગ સરહદ ધરાવતા બે દેશોમાં રહેતા હતા.
આ પ્રેમ કહાનીમાં યુવક ભારતમાં રહેતો હતો, જ્યારે યુવતી બંગલાદેશમાં રહેતી હતી. જોકે યુવતી કૃષ્ણા પાસે કાયદેસર રીતે ભારતની મુલાકાત લેવા માટે માન્ય પાસપોર્ટ ન હતો. પરંતુ તેણીએ પ્રેમીને મળવાનું નક્કી કરી લીધું હતું. કહેવાય છેને કે, અથાગ મહેનતથી સફળતા ચોક્કસ મળે છે. યુવતીએ પોતાના પ્રેમીને મળવા માટે એક મુશ્કેલ પ્રવાસ અને પડોશી દેશમાં ગેરકાયદેસર રીતે પહોચવાનું નક્કી કાર લીધું હતું.
યુવતીની યાત્રામાં પ્રથમ અવરોધ સુંદરવનનું અરણ્ય હતું જે વિકરાળ રોયલ બંગાળ વાઘ અને અન્ય જંગલી પ્રાણીઓનું ઘર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જંગલમાંથી પસાર થયા પછી, ક્રિષ્ના માલ્ટા નદીમાં એક કલાકથી વધુ સમય સુધી તરીને બીજી તરફ પહોંચવામાં સફળ રહી હતી.
યુવતીની અથાગ પરિશ્રમ બાદ પશ્ચિમ બંગાળના પ્રગનાસ જિલ્લાના કૈખલી ગામમાં આખરે અભિકને મળી હતી. ત્યારબાદ આ પ્રેમીઓ કોલકાતા ગયા અને કાલીઘાટ મંદિરમાં લગ્ન કર્યા હતા.
આ સમાચાર ઇન્ટરનેટ પર વાયરલ થતાં પોલીસના ધ્યાનમાં આવ્યા હતા. જોકે, ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા બાદ કૃષ્ણાને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે ભારત-બાંગ્લાદેશ સરહદને ખોટી રીતે પાર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષ્ણાને હવે બાંગ્લાદેશ હાઈ કમિશનને સોંપવામાં આવી શકે છે.