કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના હેલિકોપ્ટરને સોમવારે કલબુર્ગીના જેવર્ગીમાં ઉતરવામાં મુશ્કેલી પડી હતી. જમીન પ્લાસ્ટિકની થેલીઓથી ભરેલી હતી, જેના કારણે પાયલટ માટે હેલિકોપ્ટરને લેન્ડ કરવું મુશ્કેલ બન્યું હતું. પ્લાસ્ટિકની થેલીઓના કારણે વિઝિબિલિટી પ્રભાવિત થઈ હતી. બીએસ યેદિયુરપ્પાના હેલિકોપ્ટરને છેલ્લી ઘડીએ લેન્ડિંગ કેન્સલ કરવું પડ્યું હતું. બાદમાં પોલીસે મેદાન સાફ કર્યું અને પછી હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું.
હેલિકોપ્ટર માટે ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા હેલીપેડ પાસે પ્લાસ્ટિકની બોરીઓ વેરવિખેર પડી હતી, જેની વહીવટી તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી ન હતી. હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું કે તરત જ બોરીઓ ઉડવા લાગી અને પાયલટ માટે હેલિપેડ જોવું મુશ્કેલ બની ગયું અને તેણે છેલ્લી ઘડીએ હેલિકોપ્ટરને લેન્ડ કરવાનો ઈરાદો બદલી નાખ્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.
આ બાબતને પ્રોટોકોલના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવી રહી છે અને અધિકારીઓ તપાસના આદેશ આપી શકે છે. હકીકતમાં, બીએસ યેદિયુરપ્પા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ‘જન સંકલ્પ યાત્રા’માં ભાગ લેવા માટે કલબુર્ગી પહોંચ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા યેદિયુરપ્પા ભાજપના મહત્વના પાત્રોમાંથી એક છે. પાર્ટી તેમના પર વિશ્વાસ કરી રહી છે. આ જ કારણ છે કે મુખ્ય ચૂંટણી ટીમમાં તેમના સમાવેશથી અનેક છાવણીઓમાં ખળભળાટ મચી ગયો છે.
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023
વર્ષ 2021માં સીએમ પદ છોડ્યા બાદ યેદિયુરપ્પાએ લો પ્રોફાઈલ રાખ્યું છે. ચુંટણીઓ નજીક આવી રહી છે, એવું કહેવાય છે કે સમુદાયના કોઈ મજબૂત વ્યક્તિની હાજરી વિના પક્ષ તેના લિંગાયત મત આધારને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સંભવિત ચૂંટણીના આંચકાના ડરથી, ભાજપ નેતૃત્વએ પીઢને તેના ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં પાછા લાવ્યા અને અનૌપચારિક રીતે તેમને નેતૃત્વ સોંપ્યું.