વિશ્વની અગ્રણી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની BYJU’Sએ આજે ફૂટબોલ સ્ટાર અને ગ્લોબલ સ્પોર્ટ્સ આઇકોન મેસીને સોશિયલ ઈમ્પૅક્ટ પહેલ Education For Allના પહેલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી છે. મેસ્સી જે પેરિસ સેન્ટ-જર્મન માટે રમે છે અને આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમનો કેપ્ટન છે, તેણે સહુને સમાન શિક્ષણના હેતુને પ્રોત્સાહન આપવા BYJU’S સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
વિશ્વના સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સપર્સનમાંના એક સાથે BYJU’Sનું આ જોડાણ તેના ગ્લોબલ માર્કેટમાં ઉતારવાનો નિશ્ચય અને શિક્ષણને બધા માટે સુલભ, સમાન અને સસ્તું બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષની શરૂઆતમાં, BYJU’S એ કતારમાં FIFA વર્લ્ડ કપ 2022નું ઓફિશિયલ સ્પોન્સર બનીને ઈતિહાસ રચ્યો હતો.
વિશ્વભરમાં ફૂટબોલના આશરે 3.5 અબજ ચાહકો છે અને લિયોનેલ મેસ્સીના સોશિયલ મીડિયા પર લગભગ 450 મિલિયન લોકો છે. આર્જેન્ટિનાની નેશનલ ફૂટબોલ ટીમના કપ્તાન તરીકે લિયોનેલ મેસ્સી FIFA વર્લ્ડ કપ 2022 જીતવા માટેના તેના આખરી કેમ્પેઇનની શરૂઆત કરવા જઈ રહ્યો છે ત્યારે લાંબા સમય માટે તે BYJU’S Education for All ને પ્રમોટ કરતી કેમ્પેઇનમાં જોવા મળશે.
BYJU’s લિયોનેલ મેસ્સીને ‘ગ્રેટેસ્ટ લર્નર ઓફ ઓલ ટાઈમ’ તરીકે જુએ છે, જેણે સતત શીખવાના જુસ્સાથી ફૂટબોલમાં કેવી રીતે નવી ઊંચાઈએ પહોંચી શકાય તેનું ઉદાહરણ આપ્યું છે.
વિશ્વના સર્વશ્રેષ્ઠ પાસર, શ્રેષ્ઠ ડ્રિબલર અને શ્રેષ્ઠ ફ્રી-કિક લેનાર તરીકે બહોળી નામના કમાનાર, સાત વખતના બેલોન ડી’ઓર વિજેતા તેમની સફળતાનો શ્રેય દરરોજ વધુ શીખવાની તેમની પ્રતિબદ્ધતાને આપે છે. BYJU’S માને છે કે મેસ્સી તેની દ્રઢ કાર્ય પ્રણાલી, રમતનો અભ્યાસ અને સતત શીખવાની વૃત્તિ દ્વારા વિશ્વભરના લાખો યુવાનો માટે એક આદર્શ માર્ગદર્શક બનશે.
આ જાહેરાત વિશે જણાવતા BYJU’Sના કો-ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથે કહ્યું, “અમે અમારા ગ્લોબલ એમ્બેસેડર તરીકે લિયોનેલ મેસી (Lionel Messi) સાથે મળીને કામ કરવા માટે ખુબ જ આદર અને ઉત્સાહ અનુભવીએ છીએ. તે ‘વન્સ ઈન જેનેરેશન’ ટેલેન્ટ છે, જે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનનો પ્રયાસ, સર્વગ્રાહી માનસિકતા, નમ્રતા અને વિશ્વસનીયતા જેવા BYJU’s બ્રાન્ડ મૂલ્યો સાથે આદર્શ રીતે સમાનતા ધરાવે છે. તે ઊંડાણથી મેહનત કરીને અત્યાર સુધીના સૌથી સફળ રમતવીરોમાંનો એક બન્યો છે.
BYJU’s Education for all દ્વારા એવી જ તક ઉભી કરવા માંગે છે, જેમાં લગભગ 5.5 મિલિયન બાળકોને તે મદદરૂપ બન્યું છે. લિયોનેલ મેસ્સી કરતાં વધુ કોઈ માનવીય કૌશલ્યોનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરતું નથી. તેમાં નવી વાત નથી કે એક મહાન ખેલાડી એ એક મહાન વિદ્યાર્થી પણ હોય છે. અમને વિશ્વાસ છે કે આ એસોસિએશન વિશ્વભરના લાખો લોકોને મોટા સપના જોવા અને વધુ સારી રીતે શીખવાની પ્રેરણા આપશે. જેમ ફૂટબોલ ચાહકો જાણે છે કે મેસ્સી તમારી સાથે હોય તો કંઈપણ શક્ય છે.
લિયોનેલ મેસીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે BYJU’S Education For All સાથેની તેમની ભાગીદારી વિશ્વભરના યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે. તેણે કહ્યું, “મેં BYJU’S સાથે ભાગીદારી કરવાનું પસંદ કર્યું, કારણ કે દરેકને શીખવાના પ્રેમમાં પડવાનું તેમનું મિશન મારા મૂલ્યો સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ જીવનને બદલી નાખે છે, અને BYJU’S એ વિશ્વભરના લાખો વિદ્યાર્થીઓની કારકિર્દીના માર્ગોને નવા રૂપ આપ્યા છે. હું યુવા વિદ્યાર્થીઓને શિખર પર પહોંચવા અને રહેવા માટે પ્રેરણા આપવાની આશા રાખું છું.” મેસ્સી તેની પોતાની ચેરિટેબલ સંસ્થા, લીઓ મેસ્સી ફાઉન્ડેશન પણ ચલાવે છે, જેનો જન્મ 2007માં આ વિચાર સાથે થયો હતો કે બાળકો પાસે તેમના સપના સાકાર કરવા માટે સમાન તકો હોવી જોઈએ.