- કોરોનાના નવ 1.72 લાખ કેસ નોંધાયા
- નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો
- દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.72 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડામાં કોરોનાના નવા 1,72,433 દર્દીઓ નોંધાયા છે. જેમાં અગાઉ કરતા 6.8 ટકાનો વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોરોનાના 15,33,921 દર્દીઓ સારવાર હેઠળ છે.
એક દિવસમાં 2,59,107 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો છે. કોરોનાથી એક દિવસમાં દેશભરમાં 1008 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 4,98,983 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાંથી અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાથી રિકવરી રેટ હાલ 95.14% થયો છે.
અત્રે જણાવવાનું કે ભારત સહિત દુનિયાભરના 190થી વધુ દેશ કોરોનાથી પ્રભાવિત છે. દુનિયામાં અત્યાર સુધીમાં 38 કરોડ 14 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસ 56 લાખથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના અનેક દેશોની સાથે સાથે ભારતમાં પણ કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. જો કે તેને નાથવા માટે કોરોના રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે.