ઈન્દોરમાં માતાએજ નવજાત બાળકને વેચી નાખ્યું
ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન ખરીદવા પોતાના જ બાળકને વેછી નાખ્યું
આ કેસમાં પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
ઈન્દોરમાં કલયુગી માતાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક માતાએ મમતાને શરમજનક બનાવી અને પોતાના ૧૫ દિવસના નવજાત બાળકને વેચી દેવાની ઘટના સામે આવી છે. બાળકને વેચવા પાછળનું કારણ એ હતું કે લોભી માતાએ પૈસાથી ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદવી હતી. એટલું જ નહીં,આરોપી માતાએ તેના પતિની સંમતિથી આ સોદો કર્યો હતો.
આ કેસમાં પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે,જેમાંથી ૬ ની પોલીસે ધરપકડ પણ કરી છે.ઈન્દોરના હીરાનગર વિસ્તારમાં રહેતી મહિલા શાયના બીએ પોલીસને જણાવ્યું કે તેના પતિને બાળકને લઇને શંકા હતી. મહિલાએ કહ્યું કે મારા પતિ ગર્ભપાત કરાવવા માંગતા હતા,પરંતુ સમય પૂરો થઈ ગયો હતો,તેથી અમે દલાલો દ્વારા બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો અને દેવાસના એક દંપતીને બાળક વેચી દીધું.
પોલીસે જણાવ્યું હતું કે લીના નામની મહિલાએ બાળક સાડા પાંચ લાખમાં ખરીદ્યું હતું.પોલીસે જણાવ્યું કે બાળક વેચ્યા બાદ મળેલા પૈસાથી મહિલાએ ટીવી, ફ્રીજ, કુલર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી હતી,જેને જપ્ત કરવામાં આવી છે.પોલીસે કહ્યું કે,’આ મામલાની જાણ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.