આજે ચૂંટણી પંચે દેશના નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું કે 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના વોટિંગ અને મતગણતરી દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યુ હતું કે, ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પક્ષના વ્હીપની મંજૂરી આપવામાં નહીં આવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.
જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 20 જુલાઈએ મતગણતરી પૂર્ણ થઈ હતી જેમાં રામનાથ કોવિંદને તેમના નજીકના હરીફ મીરા કુમારને 3 લાખ 34 હજાર 430 મતોથી હરાવીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા