દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યુપીમાં કુલ 136 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
.પ્રદર્શનકારીઓ બેકાબૂ થયા બાદ અને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા
શુક્રવારે ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જુમેઈની નમાજ બાદ સ્થિતિ બેકાબૂ દેખાઈ રહી હતી.ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ, મુરાદાબાદ અને સહારનપુર સહિત અન્ય કેટલાક શહેરોમાં સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે ઉત્તર પ્રદેશ પોલીસે લખનઉ, કાનપુર, ફિરોઝાબાદ સહિત અનેક જિલ્લાઓમાં સુરક્ષા વધારી દીધી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના વિવિધ શહેરોમાં પથ્થરમારાની ઘટનાઓ બાદ પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ વિરોધ પ્રદર્શનને લઈને આજે યુપીમાં કુલ 136 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.ઉત્તર પ્રદેશ ઉપરાંત ઝારખંડની રાજધાની રાંચીમાં પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જોવા મળ્યા હતા. નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડની માંગ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર પોલીસ સાથે અથડામણ કરતા જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ આગચંપી પણ જોવા મળી હતી.પ્રદર્શનકારીઓ બેકાબૂ થયા બાદ અને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા બાદ રાંચીના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા અને ભીડને વિખેરવા માટે પોલીસે હવાઈ ફાયરિંગ કરવું પડ્યું હતું
.જુમૈ કી નમાજ બાદ કોલકાતાના પાર્ક સર્કસ વિસ્તાર, હાવડા, હૈદરાબાદના ચારમિનાર પાસે, લુધિયાણા, અમદાવાદ, નવી મુંબઈ અને શ્રીનગરના અનેક વિસ્તારોમાં પણ પ્રદર્શનકારીઓ બેકાબૂ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના સોલાપુરમાં એમઆઈએમની આગેવાનીમાં મુસ્લિમ સમુદાયે વિશાળ કૂચ કરી હતી. આ ઉપરાંત નવી મુંબઈમાં મહિલાઓએ વિરોધ માર્ચ કાઢી હતી.ગુજરાતમાં વડોદરામાં જુમેઈની નમાઝ બાદ સ્થિતિ તંગ બની હતી. આ સિવાય તેલંગાણાના હૈદરાબાદની મક્કા મસ્જિદની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને ઘટના સ્થળેથી હટાવી દીધા હતા. આ વિસ્તારમાં પોલીસ દળ અને સીઆરપીએફ પણ તૈનાત કરવામાં આવ્યા હતા.