વંદે ભારત એક્સપ્રેસ દેશના ઘણા રાજ્યોમાંથી દોડવા લાગી છે. હવે આ ટ્રેન પૂર્વોત્તર રાજ્યોથી શરૂ થવા જઈ રહી છે. પૂર્વોત્તરની પહેલી વંદે ભારત ટ્રેનને રેલવે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ન્યૂ જલપાઈગુડીથી પશ્ચિમ બંગાળના ગુવાહાટી સુધી દોડશે. તે સિલીગુડી જંક્શન – કામાખ્યા દ્વારા સંચાલિત થઈ શકે છે. આ ટ્રેનની એવરેજ સ્પીડ 65 કિમી પ્રતિ કલાક હશે.
આસામ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના મુસાફરોને ઉત્તરપૂર્વની આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો લાભ મળશે. હાલમાં દેશમાં સાત વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. પ્રથમ વંદે ભારત ટ્રેન વર્ષ 2019માં નવી દિલ્હીથી વારાણસી વચ્ચે ચલાવવામાં આવી હતી, જ્યારે સાતમી વંદે ભારત ટ્રેન તાજેતરમાં પશ્ચિમ બંગાળના હાવડાથી નવી જલપાઈગુડી વચ્ચે ચલાવવામાં આવી હતી.
મોદી સરકારે દેશની આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રથમ 75 ટ્રેનોમાં ચેર કાર કોચ હશે. આ પછી જે વંદે ભારત ટ્રેનો બનાવવામાં આવશે તેમાં સ્લીપર કોચ હશે. રેલવે ટ્રેનની ડિઝાઇનમાં સતત સુધારો કરી રહી છે અને આગામી દિવસોમાં તેની નિકાસ યોજના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.
નવી વંદે ભારત ટ્રેન મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. નવી વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, એર કન્ડિશન્ડ કોચ અને સ્વીવેલ ચેર છે. આ ખુરશીને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. ટ્રેનમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ છે. તે ઘણી હાઇટેક ટેક્નોલોજીથી સજ્જ છે. ટ્રેનને સુરક્ષા કવચથી પણ સજ્જ કરવામાં આવ્યું છે.