કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરનું નિવેદન
ભારત ટેકનોલોજી ક્ષેત્રમાં લિંડીગ બની રહ્યું છે’
MSU ખાતે કાર્યક્રમમાં આપી હાજરી
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યુવા સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા યુવા ભારતીયો માટે ન્યુ ઇન્ડિયાઝ ટેકડે ઓફ ઓપોર્ચ્યુનિટીઝમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું તે ભારત આજે ટેકનિકલ ક્ષેત્રમાં લીડ કરવાની સ્થિતિમાં છે. અમારી કોશિશ રહેશે તે 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં 1 ટ્રિલિયન ડિઝિટલ ઇકોનોમી હોય. આજે જેશમાં 70 હજાર સ્ટાર્ટઅપ્સ છે જે પીએમ મોદીની આગેવાનીમાં 4 લાખ સુધી પહોંચશે.
સ્ટાર્ટઅપ્સ વિશે વધુમાં જણાવ્યું કે ભારત ટેક્નોલોજી ક્ષેત્રમાં લિડીંગ બની રહ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટથી વિવિધ ક્ષેત્રમાં યુવાનો આગળ આવી રહ્યા છે. યુવાનો પોતાની મહેનતથી આગળ વધી રહ્યા છે. પહેલા યુવાનોને ધંધો શરૂ કરવા ઓળખાણની જરૂર પડતી હતી . તેમણે મહત્વની વાત એ પણ જણાવી કે આગામી 5 વર્ષથી 10 કરોડ યુવાનોને ડિઝિટલ ઇકોનોમીથી રોજગારી મળશે. તેમજ અગ્નિપથ યોજનાને તેઓએ વખાણી અને ખૂબ જ અગત્યની ગણાવી. સાથે એમ પણ જણાવ્યું કે આગામી સમયમાં ઇવોટિંગનો કોન્સેપ્ટ પણ આવશે.
મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ ગઇકાલે અમદાવાદના નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓએ એક વિદ્યાર્થીના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં સ્ટાર્ટઅપ નવુ ચલણ બની ગયું છે અને આ નિતીઓ અને સુધારાનું કારણ અર્થવ્યવસ્થામાં આવેલા સંરચનાત્મક પરિવર્તનને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય મંત્રી વડોદરા અને આણંદમાં સ્ટાર્ટઅપ, ઉદ્યમી અને વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.