મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમન પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઈન્દોરમાં વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બ બ્લાસ્ટનો પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે મીઠાઈની દુકાનની બહાર કોઈ અજાણ્યા શખ્સે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
નોંધનિય છે કે, પત્રમાં રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર પહોંચવા પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ તરફ પોલીસે કહ્યું છે કે, કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.