ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનમોહન સિંહને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જસ્ટિસ મનમોહને પદના શપથ લેવડાવ્યા હતા.
જસ્ટિસ મનમોહનના શપથ ગ્રહણ સાથે, સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે, જેમાં મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 34 છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 28 નવેમ્બરે જસ્ટિસ મનમોહનને સર્વોચ્ચ અદાલતમાં બઢતી આપવાની ભલામણ કરી હતી