INS વિક્રમાદિત્ય પર ત્રીજી વાર આગની ઘટના
2021માં પણ એક સામાન્ય આગની ઘટના સામે આવી હતી
વર્ષ 2013માં રશિયા પાસેથી વિક્રમાદિત્યને ખરીદ્યું હતું
ભારતીય નૌ સેનાના જણાવ્યા મુજબ સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન આઈએનએ વિક્રમાદિત્યમાં આગ લાગી ગઈ હતી. વિમાન વાહક યુદ્ધ જહાજમાં હાજર રહેલા ક્રુ મેમ્બર્સ જહાજમાં રહેલા અગ્નિ સમાક ઉપકરણોથી કોઈ રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. નૌ સેના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ પણ પ્રકારી જાનહાની નથી થઈ. બીજી તરફ આ ઘટના બાદ નૌ સેનાએ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. જાણકારોના પ્રમાણે હાલમાંજ કારવાર નેવલ બેઝ પર વિક્રમાદિત્યનું રિફિટ થયું હતું. રિફિટ થયા બાદ જ એરક્રાફટ કેરિયરને સમુદ્ધની સૉર્ટી માટે લઈ જવામાં આવ્યું હતું.
પાછલા ત્રણ વર્ષોમાં વિક્રમાદિત્ય પર ત્રીજી વાર આગની ઘટના છે. વર્ષ 2019માં લાગેલી આગમાં લેફ્ટન્ટ કમાન્ડર રેન્ના એક અધિકારીની મોત થઈ ગઈ હતી. આ સાથે 2021માં પણ એક સામાન્ય આગની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે વર્ષ 2013માં રશિયા પાસેથી વિક્રમાદિત્યને ખરીદ્યું હતું. રશિયા નૌ સેનામાં તેને એડમીરલ ગોર્શોકોવના નામથી જાણીતું હતું. ભારતીય નૌ સેનાની પાસે હાલ એક જ એરક્રાફ્ટ કેરીયર છે. પરંતુ આવતાં મહીનાથી સ્વદેશી એરક્રાફ્ટ કેરીયર વિક્રાંત પણ નૌ સેનાનામાં સામેલ થશે. સોમાવરે નૌ સેનાના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ જ આ વાતનું એલાન કર્યું હતું