RBIની સૂચના મુજબ કાર્ડ પેમેન્ટ માટે ટોકન સિસ્ટમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તેના લાગુ થયા પછી વેપારીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે ગ્રાહકોની કાર્ડ સાથે જોડાયેલી માહિતી પોતાની પાસે સ્ટોર કરી શકશે નહીં. તેનો હેતુ ઓનલાઈન બેંકિંગ ફ્રોડને અટકાવવાનો છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા નિયમો અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે 1 ઓક્ટોબરથી નોમિનેશનની માહિતી આપવી ફરજિયાત બનશે. આમ ન કરનાર રોકાણકારોને એક ઘોષણા ફોર્મ ભરવું પડશે અને નોમિનેશનની સુવિધાનો લાભ ન લેવાની જાહેરાત કરવી પડશે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. એટલે કે જે લોકોની આવક 2.50 લાખ રૂપિયાથી વધુ છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. હાલના નિયમો અનુસાર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. પછી ભલે તે આવકવેરો ભરે કે ન ભરે. આ યોજના હેઠળ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે.
માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ ડીમેટ ખાતાધારકોની સુરક્ષા માટે 1 ઓક્ટોબરથી ડબલ વેરિફિકેશનનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં ડીમેટ ખાતા ધારકો ડબલ વેરિફિકેશન પછી જ લોગ-ઈન કરી શકશે. દિલ્હીમા ફ્રી વીજળીની સુવિધાનો લાભ ઉઠાવવાનો નિયમ હવે બદલાઈ ગયો છે. વીજળી બિલ પર દિલ્હી સરકાર તરફથી મળતી સબસિડી 30 સપ્ટેમ્બર બાદથી બંધ કરવામાં આવી છે. હવે સબસિડી માટે આપલે કરનાર ઉપભોક્તાઓને જ આ યોજનાનો લાભ મળશે. સીએમ અરવિંગ કેજરીવાલે અમુક દિવસો પહેલાઆ જ આ નવા નિયમની જાણકારી આપી હતી.
શિયાળો આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્થિતિમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના હેતુથી વાયુ પ્રદૂષણ સામે ચાલી રહેલા યુદ્ધના ભાગરૂપે દિલ્હી અને તેની આસપાસ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રદૂષણ વધારવામાં મદદરૂપ એવા તમામ કામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે.
માત્ર આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકો જ આવી શકશે. ઉદ્યોગો અને કારખાનાઓ બંધ રહેશે. બાંધકામ-ડિમોલિશન પર પણ પ્રતિબંધ રહેશે. જોકે હાઈવે, રોડ, ફ્લાયઓવર અને બ્રિજનું બાંધકામ ચાલુ રહેશે. તે સ્મોક જનરેટરથી લઈને તમારા વાહનો સુધીની દરેક વસ્તુને અસર કરશે.
શિયાળો આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્થિતિમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના હેતુથી વાયુ પ્રદૂષણ સામે ચાલી રહેલા યુદ્ધના ભાગરૂપે દિલ્હી અને તેની આસપાસ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવશે.
આ યોજના હેઠળ પ્રદૂષણ વધારવામાં મદદરૂપ એવા તમામ કામો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકો જ આવી શકશે. ઉદ્યોગો અને કારખાનાઓ બંધ રહેશે. બાંધકામ-ડિમોલિશન પર પણ પ્રતિબંધ રહેશે. જોકે હાઈવે, રોડ, ફ્લાયઓવર અને બ્રિજનું બાંધકામ ચાલુ રહેશે. તે સ્મોક જનરેટરથી લઈને તમારા વાહનો સુધીની દરેક વસ્તુને અસર કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઆજે ભારતમા 5G સેવાની શરૂઆત કરશે. સરકારી નિવેદન અનુસાર, વડાપ્રધાન આજથી માત્ર પસંદગીના શહેરોમાં જ 5G સેવાઓ શરૂ કરશે. આ પછી, આગામી કેટલાક વર્ષોમાં 5G સેવાનો સમગ્ર દેશમાં વિસ્તરણ કરવામાં આવશે.