સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મતદાનના સંપૂર્ણ આંકડા મોડા જાહેર કરવા પર પ્રશ્નો ઉઠાવતી અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવા અંગે કોઈપણ સૂચના આપવાનો ઈન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીમાં મતદાનના 48 કલાકની અંદર દરેક મતદાન મથક પર પડેલા મતનો ડેટા વેબસાઈટ પર મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય અનામત રાખ્યો છે. એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ‘વેબસાઈટ પર ફોર્મ 17C અપલોડ કરવું યોગ્ય નથી.’
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ‘5 તબક્કામાં ચૂંટણી થઈ ગઈ છે. હવે પ્રક્રિયા બદલવા માટે ચૂંટણી પંચ પર દબાણ કરવું યોગ્ય નથી.’ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, ‘અરજીકર્તા એડીઆરનો હેતુ મતદારોને ભ્રમિત કરવાનો છે. ADRના ઈરાદા પર સવાલ ઉઠાવતા, સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલે જ એક અરજી ફગાવી દીધી હતી.’