JEE Main બીજા સેશનની પરીક્ષાની તારીખ જાહેર
25 જુલાઈએ યોજાશે પરીક્ષા
jeemain.nta.nic.in પર આવતીકાલે જાહેર થશે એડમિટ કાર્ડ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ જણાવ્યું છે કે JEE Main બીજા સેશનની પરીક્ષા અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 21 જુલાઇની જગ્યાએ 25 જુલાઇ 2022 થી શરૂ થશે. જેઇઇ મેઇન 2022 એડમિટ કાર્ડ સત્ર 2 પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ – jeemain.nta.nic.in પર 21 જુલાઈ 2022 ના રોજ જાહેર કરવામાં આવશે.
એનટીએ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, “સંયુક્ત પ્રવેશ પરીક્ષા (મુખ્ય) – 2022 સત્ર 2 25 જુલાઈ 2022 થી દેશભરના લગભગ 500 શહેરોમાં સ્થિત વિવિધ કેન્દ્રો પર 629778 ઉમેદવારો માટે શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતની બહારના 17 શહેરોનો પણ સમાવેશ થાય છે. JEE Main બીજા સેશનની પરીક્ષા 21 જુલાઇ 2022 થી 30 જુલાઇ 2022ની વચ્ચે યોજાવાની હતી. જો કે, એનટીએએ 20 જુલાઈના રોજ JEE Main બીજા સેશનની પરીક્ષા પરીક્ષા મુલતવી રાખી હતી.
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા JEE Main સત્ર 2 એડમિટ કાર્ડ તપાસવા અને ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલી સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકાને અનુસરી શકે છે.
• પરીક્ષાની ઓફિશિયલ વેબસાઈટ ખોલો – jeemain.nta.nic.in
• હોમપેજ પર JEE Main સેશન 2 એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો
• તમને નવા પેજમાં રિડાયરેક્ટ કરાશે
• તમારો જેઇઇ એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, સુરક્ષા કોડ દાખલ કરો અને તમારું જેઇઇ મેઇન સત્ર 2 એડમિટ કાર્ડ જોવા માટે લોગિન પર ક્લિક કરો
• તમારું જેઇઇ મેઇન 2022 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે તેનું પ્રિન્ટઆઉટ લો