કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11મો હપ્તો આવી શકે છે ગમે ત્યારે, પરંતુ e-kyc અપડેટ કરવુ છે જરૂરી. આ માટે સરકારે કરી એક મહત્વની જાહેરાત
PM કિસાન નિધી યોજના
સરકારે ઇ-કેવાયસી માટે ડેડલાઇન વધારી
31મે સુધી કરી લંબાવવામાં આવી ડેડલાઇન
પીએમ કિસાન નિધી યોજના હેઠળ ખેડૂતોને 11મો હપ્તાની રકમ જમા થવાની છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે કિસાન સન્માન નિધી યોજનાનો 11 હપ્તો પીએમ મોદી આપવા જઇ રહ્યા છે. જો કે હજી તારીખ સામે આવી નથી પરંત આપશે. પરંતુ તે પહેલા ખેડૂતોએ e-KYC કરવાનું પુરુ કરવાનું રહેશે.
ત્યારે કેન્દ્ર સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અનિવાર્ય ઇ-કેવાયસીની ડેડલાઇન વધારી દીધી છે. આ પહેલા તેની લાસ્ટ ડેટ 22 મે હતી અને હવે પીએમ કિસાન પોર્ટલ પર તેની જાણકારી આપવામાં આવી છે કે 31 મે,2022 સુધી ઇ-કેવાયસી પૂર્ણ કરી શકશો. 22 મેપહેલા તેની ડેડલાઇન 31 માર્ચ હતી.
તમને જણાવી દઈએ કે ઈ-કેવાયસી વિના તમારા હપ્તા અટકી જશે. કારણ કે ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો પણ બહાર પાડવામાં આવશે. PM કિસાન પોર્ટલ પર કહેવામાં આવ્યું છે કે આધાર આધારિત OTP પ્રમાણીકરણ માટે ખેડૂતોએ કિસાન કોર્નરમાં e-KYC વિકલ્પ પર ક્લિક કરવું પડશે. બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ કામ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપથી પણ કરી શકો છો.
આ રીતે કરો ઘરે બેઠા કરો e-KYC
- જાણો કેવી રીતે કરશો ઇ-કેવાયસી કિસાન કોર્નરમાં ઇકેવાયસી વિકલ્પ પર ક્લિક કરો.
- બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરો.
- તમે તેને તમારા મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી ઘરે બેસીને કરી શકો છો.
- આ માટે સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
- જમણી બાજુએ e-KYC ટેબ હશે. તેના પર ક્લિક કરો.
- આ સિવાય તમે તમારા હપ્તાની સ્થિતિ સરળતાથી ચકાસી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ અમુક પ્રકારની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ સીધા તેના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 10 હપ્તા મોકલી ચૂકી છે. આશા સેવાઈ રહી હતી કે 11મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં મે સુધી આવી જશે. જો કે, નિયમોમાં ફેરફાર અને લાખો ખેડૂતો દ્વારા e-KYCની પ્રક્રિયા પૂર્ણ ના હોવાનુ કારણ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો મોકલવામાં આવ્યો નથી.