સોનાની વધતી આયાતને રોકવા માટે મોદી સરકારે લીધા મોટો નિર્ણય
સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે.
મે મહિનામાં 107 ટન સોનાની આયાત કરવામાં આવી હતી
સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.50 ટકા કરી છે. જેને લઈને સોનું મોંઘુ થયું છે. હકીકતમાં, સોનાની વધતી આયાતને રોકવા માટે સરકારે સોના પરની આયાત જકાત વધારવાનો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે, સોનાની વધતી આયાતને કારણે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.
નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનાની આયાતમાં અચાનક જ મોટો ઉછાળો આવ્યો છે. મે 2022માં માત્ર 107 ટન સોનાની આયાત કરવામાં આવી છે. જૂન મહિનામાં પણ સોનાની જબરદસ્ત આયાત થઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સોનાની આયાતમાં વધારાને કારણે ચાલુ ખાતા ખોટનું પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે સરકારે સોના પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે.
આ સાથે જ બીજી બાજુ પેટ્રોલની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે ATF અને પેટ્રોલ ડીઝલના એક્સપોર્ટ પર એક્સાઈજ ડયુટી વધારવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પર 6 રૂપિયા અને પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર જેટલો એક્સાઈજ ડયુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ATF ના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સપોર્ટ એક્સાઈજ ડયુટી વધારી છે.
સરકારે પેટ્રોલ અને એટીએફના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટરની એક્સાઈજ ડયુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ડીઝલના એક્સપોર્ટ પર 13 રૂપિયા એક્સાઈજ ડયુટી લગાવવામાં આવી છે. વિત્ત મંત્રાલય તરફથી આ વાતની જાહેરાત કરવામાં આવી છે. એ સિવાય સરકારે ડોમેસ્ટિક લેવલ પર પુનઃ ઉત્પાદિક કાચા તેલ પર 23,250 રૂપિયા પ્રતિ ટનનું ટેક્સ લગાવ્યું છે. સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધ્યા બાદ ઓયલ પ્રોડ્યુસર્સનવ થનાર અતિરેક્ત ફાયદા પર રોક લગાવવા માટે ડોમેસ્ટિક લેવલ પર પુનઃ ઉત્પાદિક કાચા તેલ પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો ટેક્સ લગાવવાનો મોટો નિર્ણય કર્યો છે.
જો કે સામાન્ય માણસ પર આ એક્સાઈજ ડયુટીનો સીધો કોઈ જ અસર નહીં થાય પણ આખા દેશમાં ઓઇલ સંકટ ન થાય એ માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. આ ઓઇલ કંપનીઓ ડોમેસ્ટિક લેવલ પર કાચું તેલ ઇમ્પોર્ટ કરીને તેને રિફાઇન કરી વિદેશી બજારમાં એક્સપોર્ટ કરી રહી હતી, જેના કારણે રિફાઇન ઓઇલનું એકપોર્ટ ઘણા પ્રમાણમાં વધી ગયું હતું અને એ ઘટાડવા માટે અને દેશને તેલ સંકટથી બચાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. પેટ્રોલ- ડીઝલના એક્સપોર્ટ પર એક્સાઈજ ડયુટી વધવા પર સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહી પડે પણ વધુ પડતાં એકપોર્ટ પર રોક જરૂરથી લાગશે. જોકે આ વધુ પડતાં એક્સપોર્ટને કારણે દેશના અનેક જિલ્લામાં તેલ સંકટ જોવા મળી રહ્યું હતું પણ હવે એકપોર્ટ મોંઘું થવા પર આ સંકટને રોકી શકાય છે.