બૉયકોટ કતાર એરવેઝ”નું હેઝટેગ ટ્વિટર પર ટ્રેન્ડમાં
ભાજપના નેતા પર પ્રતિક્રિયાઓના સમર્થમાં આવ્યું હેઝટેગ ટ્રેન્ડ
મધ્ય પૂર્વીય દેશોએ નુપુર શર્માની ટિપ્પણી પર આપી છે પ્રતિક્રિયા
હવેના સમયમાં કોઈ વસ્તુનો વિરોધ ઓનલાઈન કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હેઝટેગ વોર ચાલે છે. ત્યારે ટ્વિટર પર બૉયકોટ કતાર એરવેઝ હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેઝટેગને ટ્વિટર પર ટ્રેન્ડિંગ લિસ્ટમાં લેવામાં આવ્યો છે.આ હેઝટેગ ટ્રેન્ડમાં આવવાની શરૂઆત ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી અને તેના પર મધ્ય પૂર્વીય દેશની પ્રતિક્રિયાથી શરૂ થઈ છે. હવે, ટ્વિટર પરના લોકો કહી રહ્યા છે કે હિંદુ દેવી-દેવતાઓના નગ્ન અને અશ્લીલ ફોટા દર્શાવનાર મકબૂલ ફિદા હુસૈન (એમએફ હુસૈન)ને નાગરિકતા આપનાર દેશ નૂપુર શર્માના નિવેદન પર ભારતને નિંદાની સલાહ આપી રહ્યો છે.
કતાર એરવેઝ હવે એવી કંપનીઓમાંની એક બની ગઈ છે કે જેને Twitteratis ભારતમાં પ્રતિબંધિત કરવા માંગે છે કારણ કે કંપની મધ્ય-પૂર્વીય રાષ્ટ્રની છે. એક ટ્વિટર યુઝર્સે કહ્યું, “કૃપા કરીને અમને કતાર, અરબ, ઈરાન વગેરે જેવી કંપનીઓના નામ જણાવો, જેના પર અમે અમારા દેશમાં પ્રતિબંધ લગાવી શકીએ.”અગાઉ, કતારના વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂત ડૉ. દીપક મિત્તલને બોલાવ્યા હતા અને તેમને એક સત્તાવાર નોંધ સોંપી હતી, જેમાં ભારતના સત્તાધારી પક્ષના એક અધિકારી દ્વારા પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીની નિરાશા અને નિંદા વ્યક્ત કરી હતી.