બાળકીએ હોમવર્ક ન કર્યું તો હાથ-પગ બાંધી બપોરે ધગધગતી છત ઉપર છોડી દીધી
તડકાથી બાળકી સતત તડપતી રહી
વિડીયો જોઈ લોકોને બાળકી ઉપર ખૂબ દયા આવી ગઈ
માં અને બાળકમો પ્રેમ બેજોડ અને ફાયદા વગરનો હોય છે. માં તેના બાળક માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર હોય છે અને આવા અનેક કિસ્સાઓ પણ બની ગયા છે. પરંતુ દિલ્હીમાં એક એવો બનાવ સામે આવ્યો છે જે માતા અને બાળકના નિસ્વાર્થ પ્રેમ સામે સવાલો ઊભા કરે છે. દેશની રાજધાની દિલ્હીમાં માતાએ પોતાના જ બાળકના હાથપગ બાંધીને તેને અગાસી પર તડકામાં છોડી દીધું હતું. આ નિર્દય ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયમાં વાઇરલ થતાં લોકો આ માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.તો મામલો એવો હતો કે, હોમવર્ક ન કરવાથી નારાજ માતાએ માસૂમ બાળકીને એવી સજા આપી કે જેને જોઈને કોઈપણને કંપારી છૂટી જાય. માતાની આ હેવાનીયતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે માતાએ બાળકીને બપોરના સમયે આકરા તાપ વચ્ચે બન્ને હાથ-પગ બાંધીને મકાનની છત ઉપર મુકી દીધી હતી. અસહ્ય ગરમી અને તાપ વચ્ચે આ બાળકી બંધાયેલા હાથ-પગની સ્થિતિમાં ખૂબ જ કણસતી રહી હતી.
જ્યારે માતાએ બાળકીને સજા આપવા માટે છત પર લઈ જઈ તો તે તાપને લીધે બૂમ પાડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓએ તેનો વીડિયો બનાવી લીધો અને સોશિલય મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળકીની પીઠ છતની ગરમીથી દાઝવા લાગી તો તે પોતાની કમર ઉપર ઉઠાવતી હતી. તે સતત ડાબા અને જમણી બાજુ કરવટ બદલતી હતી. વીડિયો જોઈને યુઝર્સ બાળકી માટે ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા અને માતાએ દીકરીને આપેલી સજા સામે પ્રશ્નાર્થ કરી રહ્યા હતા.આ ઘટના દિલ્હીના તૂકમીર પુલ ગલી નંબર 2ની છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ જ્યારે આ બાળકીના ઘરે પહોંચી તો માતાએ કહ્યું કે આ બાળકીએ હોમવર્ક કર્યું ન હતું. માટે તેને 5-7 મિનિટ સુધી હાથ-પગ દોરડા વડે બાંધીને છત પર ઉંઘાડી દીધી હતી, જેથી તે નિયમિતપણે સમયસર હોમવર્ક કરે. થોડાવારમાં તો તેના હાથ-પગ ખોલીને તેને નીચે લઈ આવ્યા હતા.