હથિયારોના દલાલ સંજય ભંડારીને ભારત પ્રત્યાપર્ણ કરવાનાં મુદે્ મોટા સમાચાર આવ્યા છે. એક- એક બ્રિટિશ કોર્ટે સોમવારે સંજય ભંડારીનાં પ્રત્યર્પણને મંજૂરી આપી છે. બ્રિટેનનાં વેસ્ટમિંસ્ટર કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. ભંડારીની જૂલાઇ 2020માં પ્રત્યર્પણ વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ભંડારીએ તેના વિરૂદ્ધ વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી.
સીબીઆઇ અને ઇડી તરફથી સંજય ભંડારી વિરૂદ્ધ ભારતમાં મની લોન્ડેરિંગનો આરોપ મુકવામાં આવ્યો હતોય બ્રિટેનમાં રહેવાને લીધે તેને ભાગેડું ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારે ભંડારીના પ્રત્યર્પણની અપીલ બ્રિટેનને કરી હતી.