અકાલ તખ્તે પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલને આકરી સજા સંભળાવી છે. બાદલની સાથે શિરોમણી અકાલી દળની સરકાર દરમિયાન અન્ય કેબિનેટ સભ્યોને પણ સજા ફટકારવામાં આવી છે. આ સજા હેઠળ આ તમામ લોકોને સુવર્ણ મંદિર અમૃતસરમાં ‘સેવાદાર’ તરીકે સેવા આપવા અને ગંદા વાસણો અને પગરખાં સાફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અકાલ તખ્તના ‘ફસીલ’ (પ્લેટફોર્મ) પરથી જથેદાર ગિયાની રઘબીર સિંહે આ આદેશ આપ્યો છે. આ સજાની જાહેરાત બાદ શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિએ પાર્ટી અધ્યક્ષ પદેથી સુખબીર બાદલના રાજીનામાની માંગ કરી હતી.
તંખૈયા પણ જાહેર કરાયો હતો
સુખબીર સિંહ બાદલે સોમવારે સ્વીકાર્યું હતું કે અકાલી દળની સરકાર દરમિયાન ડેરા પ્રમુખ રામ રહીમને માફી અપાવવામાં તેમણે ભૂમિકા ભજવી હતી. આ મામલાને લઈને અકાલ તખ્ત ખાતે પાંચ સિંહ સાહેબોની બેઠક યોજાઈ હતી, જેમાં તેમને અને શિરોમણી અકાલી દળની સરકાર દરમિયાન કેબિનેટના અન્ય સભ્યોને ધાર્મિક ગેરવર્તણૂકના આરોપમાં સજા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અકાલ તખ્તે પણ સુખબીર સિંહ બાદલને ‘તંખૈયા’ (ધાર્મિક દુરાચાર માટે દોષિત) જાહેર કર્યા હતા.
શું સજા મળી, શું કામ કરવું પડશે?
- સજાના ભાગરૂપે, સુખબીર બાદલના પિતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ પ્રકાશ સિંહ બાદલ પાસેથી ‘ફખર-એ-કૌમ’નું બિરુદ પાછું ખેંચી લેવામાં આવશે.
- સુખબીર બાદલ અને સુખદેવ ઢીંડસાને વાસણો અને ચંપલ સાફ કરવા અને એક કલાક સુધી ‘કીર્તન’ સાંભળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- જથેદારે અન્ય અકાલી નેતાઓ જેવા કે સુચા સિંહ લાંગા, બલવિંદર સિંહ ભૂંડર, દલજીત સિંહ ચીમા અને ગુલઝાર સિંહને સુવર્ણ મંદિરમાં એક કલાક સુધી બાથરૂમ સાફ કરવા અને પછી ગુરુ કા લંગર સેવામાં વાસણો સાફ કરવા માટે નિર્દેશ આપ્યો છે .
આ આગેવાનોને એક કલાક કિર્તન સાંભળવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
- બીબી જાગીર કૌર, પ્રેમ સિંહ ચંદુમાજરા, સુરજીત સિંહ રેખડા, બિક્રમ સિંહ મજીઠિયા, મહેશ ઈન્દર સિંહ ગ્રીનવાલ, ચરણજીત સિંહ અટવાલ અને આદેશ પ્રતાપ સિંહ કૈરોન જેવા અકાલી નેતાઓને પણ સુવર્ણ મંદિરમાં બાથરૂમ સાફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સુખબીર સહિતઆ લોકોની શું ભૂલ હતી
- સુખબીર બાદલે 2007ના ઈશનિંદા કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને માફી આપવા સહિતની પોતાની ભૂલો સ્વીકારી.
- આમાં 2015ના પવિત્ર પુસ્તક અપમાનના કેસમાં ગુનેગારોને સજા ન મળવાનો પણ સમાવેશ થાય છે.