પંજાબમાં 3 કલાકથી એન્કાઉન્ટર ચાલુ
એક શાર્પ શૂટર ઠાર કરાયો; બીજાએ પોલીસવાળા પર AK-47થી ફાયરિંગ કર્યું
ફાયરિંગમાં ત્રણ પોલીસ કર્મીઓ થયા ઘાયલ
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના કાતિલ શાર્પ શૂટર મનપ્રીત મન્નુ કુસ્સા અને જગરુપ રુપા સાથે પંજાબ પોલીસનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે. પોલીસે એક આરોપીને ઢાર કરી દીધો છે. જોકે હજી તેના નામનો ખુલાસો થયો નથી. એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
એન્કાઉન્ટર અમૃતસરમાં અટારી બોર્ડર પાસે હથિયાર નગરમાં ચાલી રહ્યું છે. આખા રાજ્યથી પંજાબ પોલીસના જવાનોને બોલાવીને શાર્પ શૂટર્સને ઘેરી લેવામાં આવ્યા છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિમી જ દૂર છે. શાર્પ શૂટર એક રૂમમાં છુપાઈને પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે.
પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF), સ્પેશિયલ ઓપરેશન સેલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ (OCCU) સિવાય અમૃતસર પોલીસની ટીમે પણ તેમને ઘેર્યા છે. પહેલાં શાર્પ શૂટરને સરન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કર્યું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર હજી પણ તેમની પાસે જ છે. તેનાથી જ તેઓ પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે. પોલીસે ગુરુદ્વારા સાહિબથી અનાઉન્સમેન્ટ કરીને લોકોને ઘરની બહાર ના નીકળવાની ભલામણ કરી છે.
પોલીસને જાણવા મળ્યું કે, સિંગર સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર શાર્પ શૂટર મનપ્રીત કસ્સા એટલે કે મન્નુ અને જગરુપ રુપા હત્યા પછી પણ પંજાબમાં જ હાજર હતા. સમાલસર શહેરમાંથી 21 જૂને મળેલા CCTV ફૂટેજમાં બંને એક ચોરીના બાઈક પર દેખાયા હતા. બંને શૂટર્સ તરનતારન તરફ જતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂનના અંત સુધીમાં તેઓ તરનતારનના એક ગામમાં છુપાયેલા હતા. રુપા આ જ વિસ્તારમાં રહે છે. અહીં એક ગેંગસ્ટરે તેમને પોતના ફાર્મ હાઉસમાં છુપાવા માટે જગ્યા આપી હતી. તેમની સાથે ગેંગસ્ટર રૈયા પણ હાજર હતો.
#WATCH | Encounter ensuing between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab pic.twitter.com/7UA0gEL23z
— ANI (@ANI) July 20, 2022
મુસેવાલાની હત્યા 29 મેના રોજ થઈ હતી. નવા ફૂટેજથી ઘટનાના 24 દિવસ પછી 21 મેના રોજ બંને શૂટર્સ પંજાબમાં જ હતા તે સાબીત થઈ ગયું છે. CCTV ફૂટેજ સામે આવ્યા પછી પંજાબ પોલીસ સામે પણ સવાલ ઉભા થયા છે. પંજાબ પોલીસે હત્યારાઓને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવવા અને ઝડપથી તપાસ કરવાનો દાવો કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે મનપ્રી મન્નુ ગેંગસ્ટર લોરેન્સનો ખાસ હતો. તેની પાસે AK47 હતી અને તેણે જ મુસેવાલાને પહેલી ગોળી મારી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે કહ્યું હતું કે, પહેલી ગોળી મન્નુએ જ મારી હતી. મર્ડરમાં ઉપયોગમાં લેવામાં આવેલી રાઈફલ મન્નુ અને રુપા પાસે જ હોવાની શક્યતા છે. અત્યાર સુધી દિલ્હી અને પંજાબ પોલીસ તે બંને સુધી પહોંચી શકી નથી. પોલીસનો દાવો છે કે, તાજેતરમાં મળેલા CCTV ફૂટેજથી બંને વિશે ઘણી માહિતી મળી છે.