દુનિયાના બીજા નંબરના સૌથી વયોવૃદ્ધ ગોરિલ્લાનું મોત થઈ ગયું છે. અમેરિકાના કેંટકીના લુઈસવિલે પ્રાણીસંગ્રહાલયે તેની જાણકારી આપી છે. હેલેન નામના આ ગોરિલ્લાની ઉંમર 64 વર્ષ હતી. પશ્ચિમી તરાઈ ગોરિલ્લાને લોકો પ્રેમથી ‘ગ્રેંડ ડેમ’ કહેતા હતા. મોટા ભાગે ગોરિલ્લાની સરેરાશ ઉંમર 39 વર્ષ હોય છે.
પ્રાણીસંગ્રહાલય તરફથી એક પ્રેસનોટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, હેલેને પોતાના મોટા ભાગના જીવનમાં ઉલ્લેખનિય રીતે સારા સ્વાસ્થ્યનો આનંદ લીધો છે. ખાલી અપેક્ષિત ઉંમરમાં અમુક નાની નાની બિમારી આવી. જો કે તેણે હાલમાં જ વધતી ઉંમરની સાથે અસ્થિરતા અને કંપકંપી અનુભવી હતી. જેનાથી તેનું સ્વાસ્થ્ય ખૂબ નબળું પડ્યું હતું.
તેની દેખરેખ કરનારાઓએ તેને શુક્રવારે ઈચ્છામૃત્યુ આપવાનો નિર્ણય લીધો હતો. લુઈસવિલે પોતાની આખી જિંદગી દરમિયાન, હેલેને પોતાના વિશાળ વ્યક્તિત્વ અને લાંબી ઉંમરથી પ્રાણીસંગ્રહાયલયના દર્શકોને આકર્ષયા છે. પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા લોકોની આંખો ભીની થઈ ગઈ.
લુઈસવિલે પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર ડૈન મૈલોનીએ કહ્યું કે, હેલેને એવા માણસો સાથે સંબંધ બનાવ્યો, જેને પ્રાણી સંગ્રહાલયમાં વાતો કરી હતી. સૌથી જૂના ગોરિલ્લાનું નામ ફતોઉ છે. લુસઈવિલે પ્રાણી સંગ્રહાલયના જણાવ્યા અનુસાર, 65 વર્ષિય ગોરિલ્લો બર્લિનના પ્રાણી સંગ્રહાલયમાં રહે છે.