વધતી ગરમી વચ્ચે કેન્દ્રએ તમામ રાજ્યોને કર્યા એલર્ટ
બીમારીઓથી બચવા માટે જાહેર કરી એડવાઇઝરી
સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરો
દેશભરમાં વધતી જતી ગરમી અને લૂના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને એલર્ટ કર્યા છે. તેઓએ અસરકારક વ્યવસ્થાપન માટે તમામ જીલ્લાઓમાં ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના માર્ગદર્શિકા દસ્તાવેજને પ્રસારિત કરવા વિનંતી કરી છે.સમગ્ર દેશમાં વધતા જતા તાપમાન અને ગરમ પવનો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા વિનંતી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને તેઓને આગ્રહ કર્યા કે, તમામ જિલ્લાઓને ‘ગરમી સંબંધિત બીમારીઓ પર નેશનલ એક્શન પ્લાન’ સંબંધી માર્ગદર્શિકા દસ્તાવેજ મોકલવામાં આવે જેથી લૂ લાગવા મામલે અસરકારક સંચાલન કરી શકાય
પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 1 માર્ચથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) હેઠળ ગરમી સંબંધિત રોગોનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. “કૃપા કરીને ખાતરી કરો કે આ દૈનિક સર્વેલન્સ રિપોર્ટ્સ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) સાથે શેર કરવામાં આવે.”ભૂષણે પત્રમાં લખ્યું કે, ‘ભારત હવામાન વિભાગ અને NCDC દ્વારા રાજ્યો સાથે શેર કરવામાં આવતી દૈનિક ગરમીની ચેતવણીઓ આગામી ત્રણથી ચાર દિવસ માટે હિટવેવની આગાહી વ્યક્ત કરે છે અને આને જિલ્લા અને આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઝડપથી મોકલી શકાય.’ તેઓએ જણાવ્યું કે, ‘રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને ચિકિત્સા અધિકારીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ અને જમીની સ્તરના કાર્યકર્તાઓની ક્ષમતાના નિર્માણના પ્રયાસ શરૂ રાખવા જોઇએ.’