National News: NCBએ શનિવારે આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ કેસમાં તમિલનાડુના દાણચોર જાફર સાદિકની ધરપકડ કરી હતી. તામિલ ફિલ્મ નિર્માતા સાદિકને તાજેતરમાં શાસક ડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. NCBએ સાદિકને ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફેલાયેલી આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ ગેંગનો લીડર ગણાવ્યો છે.
ગયા મહિને, NCBએ આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને દિલ્હીમાં એક વેરહાઉસમાં દરોડા દરમિયાન 50 કિલો ડ્રગ બનાવતું કેમિકલ સ્યુડોફેડ્રિન જપ્ત કર્યું હતું. આ દરોડા પછી NCB સાદિકને શોધી રહી હતી. તેઓએ સાદિક સાથે સંકળાયેલ તમામ જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા હતા.
બીજેપી ધારાસભ્ય ફોસુમ ખીમહુનનું નિધન
અરુણાચલ પ્રદેશના બીજેપી ધારાસભ્ય ફોસુમ ખીમહુનનું શનિવારે સવારે સ્ટ્રોક આવવાથી ઇટાનગરની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 63 વર્ષના હતા. ચાંગલાંગ દક્ષિણના ધારાસભ્ય ખીમહુનના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. તેઓ પહેલીવાર 2004માં અપક્ષ ધારાસભ્ય તરીકે સીટ પર ચૂંટાયા હતા. 2009માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બેઠક જીતી હતી. તેમણે ફરીથી પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA) ના ઉમેદવાર તરીકે 2014 ની વિધાનસભા ચૂંટણી જીતી અને 2019 માં ભાજપના ઉમેદવાર તરીકે બેઠક જાળવી રાખી. મુખ્યમંત્રી પેમા ખાંડુએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.