સેનાના નામમાં વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહની સેનાના આંદામાન-નિકોબાર કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ સુપરસોનિક ટેક્નોલોજીની અપડેટેડ મિસાઈલ છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ બ્રહ્મોસ મિસાઈલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે.
માહિતી આપતાં આંદામાન અને નિકોબાર કમાન્ડે જણાવ્યું કે, મંગળવારે આંદામાન અને નિકોબાર દ્વીપ પરથી ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડ દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, ભારતે 29 નવેમ્બર અને 1 ડિસેમ્બર માટે મિસાઇલ પરીક્ષણો સૂચવતી એરમેનને નોટિસ (નોટમ) જારી કરી હતી. આજે પરિક્ષણ કરવામાં આવેલ મિસાઈલનું વેરિઅન્ટ પરીક્ષણ માટે નોટિફાઈડ નો-ફ્લાય ઝોનથી 450 કિમી કે તેથી વધુના અંતરે લક્ષ્યાંકને હિટ કરી શકે છે.
ભારતે આ વર્ષે આંદામાન અને નિકોબાર ટાપુઓ પરથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલના અનેક પરીક્ષણો કર્યા છે. ફેબ્રુઆરીમાં, ભારતે બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ ત્યાંના લેન્ડ-બેઝ્ડ લોન્ચરથી કર્યું હતું. બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલના વિસ્તૃત-રેન્જ સંસ્કરણનું માર્ચમાં ટાપુઓ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એપ્રિલમાં, A&N કમાન્ડે બ્રહ્મોસના એન્ટિ-શિપ વર્ઝનનું પરીક્ષણ કર્યું.
બ્રહ્મોસ મિસાઈલની વિશેષતાઓ
તમને જણાવી દઈએ કે, બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત વિશ્વની સૌથી ઝડપી અને ઘાતક ક્રૂઝ મિસાઈલ છે. યુનિવર્સલ બ્રહ્મોસ શસ્ત્ર પ્રણાલી ખાસ કરીને જમીન, સમુદ્ર, પાણીની અંદર અને હવાના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવામાં આવેલી એન્ટી-શિપ અને લેન્ડ-એટેક ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવી છે. ગ્રાઉન્ડ લોંચથી શરૂ થયેલી સફર પછી, બ્રહ્મોસનું જમીનથી જમીન, જમીનથી સમુદ્ર, સમુદ્રથી જમીન, સમુદ્રથી સમુદ્ર, સબ-ગ્રાઉન્ડ, હવાથી સમુદ્ર અને હવાથી સમુદ્ર અને હવાથી જમીન માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.