સુપ્રીમ કોર્ટેમાં આ અરજી બે વકીલ શુભમ અવસ્થી અને સપ્તઋષિ મિશ્રા તરફથી દાખલ કરવામાં આવી હતી
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સંવિધાનના અનુચ્છેદ 32 અંતર્ગત રિટ દાખલ કરવામાં આવી હતી
હોસ્પિટલો અને પૂજા સ્થળ પર સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લગાવાની માગ કરવામાં આવી હતી
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ધૂમ્રપાનની ન્યૂનતમ ઉંમર મર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટેમાં આ અરજી બે વકીલ શુભમ અવસ્થી અને સપ્તઋષિ મિશ્રા તરફથી દાખલ કરવામાં આવી હતી. શુભમ અને સપ્તઋષિ તરફથી દેશમાં કિશોરો અને યુવા લોકોની વચ્ચે ધૂમ્રપાનની વધતી લતને જોતા તેને કંટ્રોલ કરવાની માગ પર દિશા નિર્દેશ જાહેર કરવાની માગ પણ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની પાસે ખુલ્લામાં સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માગવાળી અરજી પર સુનાવણીની માગને ફગાવી દીધી છે. દેશની વડી અદાલતે અરજીમાં સુનાવણી કરવાની ના પાડી દીધી છે. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું છે કે, આ અરજી ફક્ત પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી છે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સંવિધાનના અનુચ્છેદ 32 અંતર્ગત રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર પાસેથી રિટ અથવા આદેશ દ્વારા વાણિજ્યિક સ્થાનો અને એરપોર્ટ પરથી ધૂમ્રપાન એરિયાને ખતમ કરવા માટે નવા દિશાનિર્દેશ તૈયાર કરવા ઉપરાંત ધૂમ્રપાની ઉંમર વધારવા તથા શૈક્ષણિક સંસ્થાઓ પાસે સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લગાવવા તથા હોસ્પિટલો અને પૂજા સ્થળ પર સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લગાવાની માગ કરવામાં આવી હતી.
અરજીમાં એવું પણ કહેવાયુ છે કે, વ્યાવસાયિક સ્થાન અને એરપોર્ટ પર પણ ધૂમ્રપાન માટે નિયત સ્થાનને ખતમ કરી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમા કેન્દ્ર સરકારે ધૂમ્રપાનની ઉંમર 21 વર્ષ કરવાના નિર્દેશવાળી માગની જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે જ અરજીમાં ખુલી સિગારેટના વેચાણ પર રોક લગાવાની પણ માગ કરવામાં આવી હતી. ભારતમાં કિશોરો અને યુવાનોની વસ્તી વધારાની વચ્ચે ધૂમ્રપાનને નિયંત્રણ કરવા માટે દિશાનિર્દેશની માગ કરતા એડવોકેટ શુભમ અવસ્થી અને ઋષિમિશ્રાએ અરજી દાખલ કરી હતી.