કોર્ટે સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી અને કહ્યું કે આ એક નીતિગત નિર્ણય છે, જેના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. પીઆઈએલની સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને સંસ્કૃતમાં એક પંક્તિનો પાઠ કરવા પણ કહ્યું હતું.
આ અરજી નિવૃત અમલદાર ડીજી વણઝારા વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરીને ભાષાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું કે આ નીતિ નિર્ણયના દાયરામાં આવે છે. આ માટે બંધારણમાં સુધારાની પણ જરૂર પડશે. કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવા સંસદમાં રિટ જારી કરી શકાતી નથી.
ખંડપીઠે પૂછ્યું, ભારતના કેટલા શહેરોમાં સંસ્કૃત બોલાય છે? બીજી તરફ વણઝારાએ કહ્યું કે તેઓ કેન્દ્ર પાસેથી આ અંગે ચર્ચા ઈચ્છે છે અને સરકારના સ્તરે ચર્ચા શરૂ કરવામાં કોર્ટનો હસ્તક્ષેપ મદદરૂપ થશે.